________________
ધર્મવીર ઉપાધ્યાય ભિક્ષા માગી ખાય. ધન્ય મહાત્મા ધન્ય! જૈન સાધુઓની ઉચ્ચતા આજે જ જાણી.”
“તમે મને પ્રેમથી જીરામાં રેડ્યો, તો તેનું સાર્થક થયું.”
પણ મહારાજ ! સન્માન પત્ર તે આપ અવશ્ય સ્વીકારે! અમ રંકની એ પુષ્પપાંખડી છે. અમારી ઊર્મિઓની એ ભેટ છે.”
માનપત્ર સ્વીકાર્યું. સભા હર્ષનાદથી પૂરી થઈ. જેના ધર્મની પ્રશંસા થવા લાગી.
શ્રી રામ જયન્તીની પછી શ્રી વીર જયન્તી આવી. રામ જયન્તીના મંડપમાં જૈન-જૈનેતર ભાઈઓની મોટી માનવમેદની વચ્ચે વીર જયન્તી ઉત્સવ શરૂ થશે. પ્રાર્થના અને મંગલાચરણ પછી મહારાજશ્રીએ વ્યાખ્યાન આપ્યું.
ભગવાન મહાવીરે જગતને અહિંસાની ભેટ આપી. એ અહિંસા માત્ર કીડીમકેડીને પાળવા પૂરતી નથી, પણ જગતના તમામ જીવોને પ્રેમભરી ભાવનાથી જોવાની દૃષ્ટિ છે. ભગવાન મહાવીરે જે જે ઉપસર્ગો સહન કર્યા છે તે આત્મશુદ્ધિની ઉચ્ચતા બતાવે છે.
ભગવાન મહાવીરે પિતાના આપ્તજને કે શિષ્ય તરફ રાગ નથી બતાવ્યો, ઉપસર્ગો કરનાર કે દુઃખ દેનાર તરફ દ્વેષ નથી બતાવ્યું એ જ એમની વીરતા.
“ભગવાનનું જીવન પ્રત્યેક મોક્ષમાર્ગને માટે માર્ગદર્શન કરાવનારું છે. - “મહાવીર જૈન ધર્મવાળાઓના જ છે, તેમ નથી.બધાને