________________
૧૭
સાધુતાની કસોટી
“એ ય સાધુડા ઊભે રહે! તું જાણે છે અમે કેશુ? કોણ? અમે તો શેત્રુજાના માલિક. અમારા બાપદાદાએ તો માથાં આપ્યાં છે માથાં. આજકાલના સાધુ તમે અમારા લાગા બંધ કરવા આવ્યા છે, તે લેતા જાઓ.”
ભાઈ! તમે મને ઓળખે છે? હું તો નવો સાધુ છું. તમારી તકરાર પણ હું જાણતા નથી. તમે મને હેરાન કરશે તે તમારું શું કલ્યાણ થશે ? અને છતાં તમારે મારા ઉપર જ હુમલો કરે હોય તે હું તૈયાર છું. આમ હું તમને બે ચારને ભારે પડી જાઉં એ પંજાબી છું સમજ્યા, પણ મારો સાધુને તે ધર્મ નથી.”
શત્રુંજય પર્વતના બારેટેએ કશી દરકાર કર્યા વગર તેમના પર હુમલો કર્યો. તેમને પકડી, બાંધી ને દૂરના એક ઊંડા ખાડામાં નાંખી દીધા.
અહીં સ્થડિલ ગયેલ “સંહનવિય ” મોડા સુધી ન આવવાથી શાંતમૂર્તિ શ્રી હંસવિજયજી તથા શ્રી લલિતવિજ્યજીને ભારે ચિંતા થઈ. ખૂબ ખૂબ તપાસ કરાવી. આસપાસની વાડીઓ, ઝાડીઓ જેવરાવી. પાસેના કૂવા પણ તપાસરાવ્યા છતાં પત્તો મળે નહિ. આ સમુદાય ચિંતિત થઈ ગયો. કેઈએ ગોચરી-પાણ ન કર્યા.
બીજે દિવસે એક કઠીઆર ત્યાંથી નીકળ્યો. તેણે તે જ ખાડા પાસે ભારી ઉતારી, થાક ખાવા કાંઠે બેઠે. ત્યાં અંદરથી ધીમો ધીમો અવાજ આવતે સાંભળી ચકિત થયે. પહેલાં તો ભૂત-પ્રેત કલપી ડરી ગયે, પણ પછી જોયું કે આ તે કોઈ માણસને અવાજ છે, એટલે તેમને બહાર કાઢવામાં આવ્યા.