________________
૧૬૪.
ધર્મવીર ઉપાધ્યાય ધારી લીધું છે કે દેશ દેશાન્તરમાં ફરી ગુરુકુળ માટે મેટું ફંડ કરવું. જે મારા ખૂનનું ટીપું પણ માગશે તે હું આપવા તૈયાર છું, પણ ગુરુદેવે જે છોડ વાવ્યો છે તેનું મહાન વૃક્ષ બનાવી દેવુ છે. અગર જિંદગી રહી તે કાંઈ ને કાંઈ સેવા ભક્તિ કરીશ, નહિ તે ભાવિભાવ. પ્રભાવવિજયને સુખશાતા. તપસ્વીજી, સમુદ્રવિજય, સાગરવિજય, ઉપેન્દ્રવિજય વગેરેની વંદના. બાબાજી અને શ્રીજીની તરફથી સુખશાતા.
આપનો લઘુ સહન