________________
પરિશિષ્ટ ૬ અંત સમયના પત્રો
[પૂજ્યપાદુ આચાર્યદેવ શ્રીવિજયવલ્લભસૂરિજીને કૃપાપત્ર]
ત્રદશી શનિવાર વંદનાનુવંદના સુખશાતા. અષ્ટમી, નેમ તથા દશમના ત્રણે પત્રો મળ્યા. વૃત્તાંત જાણ્યો. જવાબ શું લખવો તે આજે તો સૂઝતું નથી. ઉપાધ્યાયજીની તબિયતને ભરોસો નથી. જ્ઞાનીએ જોયું હશે અને આયુષ્ય લાંબુ હશે તે મળીશું નહિ તે આ પત્રથી વારંવાર વંદણા અને ખમત ખામણ સાથે લખાવે છે કે, “પ્રિય બંધુ! મારું અધૂરું કામ આપને પૂરું કરવાનું છે. ” તમારે એક પત્ર આવ્યો હતું, તેને જવાબ તેમણે લખી રાખ્યો હતો, પણ પછી તે બિમાર થઈ ગયા. આજ કાગળમાં મળી આવવાથી યાદગાર તરીકે મોકલું છું. હવે તે તબિયત સારી થયા પછી લખવું હશે તે લખશે. હાલ તે આ પત્રને અંતિમ પત્ર સમજી લેશે. વારંવાર હાથજોડી વંદના લખાવે છે. આરામ થયે આપને મળીશ તેમ કહે છે. હવે પત્ર નથી લખી શકાતો એટલામાં સમજી લેશે.
શાંતિઃ શાંતિઃ શાંતિઃ