________________
ગૃહપતિના જવાબદારી ભર્યા કાર્યમાં તે વખત મળે જ કયાંથી ! પણ રજામાં તેમજ બીજે છેડે થોડો સમય મેળવી ગૂજરાતી જનતા સમક્ષ “ધર્મવીર ઉપાધ્યાય” ધરવા ભાગ્યશાળી થયો છું.
પણ આ પ્રકાશનને યશ તે એ ગુરુભક્ત પંન્યાસજી મહારાજશ્રી સમુદ્રવિજયજીનેજ ઘટે છે. જીવનચરિત્ર તૈયાર થયું પણ છપાવવા માટેની ચિંતા થઈ. તે માટે તેમણે ઉપદેશ આપ્યો અને કેટલાક ગૃહસ્થાએ તે માટે સહાયતા કરી. તે બધા પણ હાદિક ધન્યવાદને પાત્ર છે.
આ પુસ્તકના પ્રકાશનમાં મારા લઘુબંધુ સમા ભાઈશ્રી બાલાભાઈ વીરચંદ દેસાઈ (જ્યભિખુ) ને ઘણા સારે ફાળો છે. સુશોભન તથા મુફ વગેરે માટે હું તેમને ઋણી છું.
આ ચરિત્રનાયક ખરેખર પ્રખર સેવાભાવી અને ધર્મધુરંધર હતા. આજે તેવા ત્યાગીઓની જૈન સમાજને બેટ છે.
સાધુ સમાજના સ્થભ જૈન સમાજની આજની દુર્દશા, અજ્ઞાનતા, કુસંપમય વાતાવરણ અને દરિદ્રતા ક્યારે વિચારશે ! સમાજના કલ્યાણ અને ઉદય વિના કોઈ ધર્મ વિકાસ પામ્યો જામ્યો છે! ધર્મનાં કલ્યાણમય કામો સમાજના વિકાસની દષ્ટિએ થવાં જરૂરી છે.
શેઠ ચીમનલાલ નગીનદાસ
વિદ્યા વિહાર એલિસબ્રિજ, અમદાવાદ જ્ઞાનપંચમી, સંવત ૧૯૯૮
ફુલચંદ હરિચંદ દોશી
૪]