________________
મહારાજા અને વિજ્ય
૩૩ ન્યાય એટલે ન્યાય. ન્યાય, નીતિ માટે પિતાના સર્વસ્વને ભોગ આપી શકે છે, તે જ રાજમુગટને માટે ગ્ય ઠરે છે.
જે અઘટિત કાર્ય પંડિતજી માટે બન્યું તે કહેતાં તમારી હિંમત ચાલી નહિ, તે પ્રજા માટે જે આમ બન્યું હતું, તે તમે મને બિલ્યુલ કહેત જ નહિ, એમ હું માનું છું. અને જે મારી માન્યતા ખરી હોય, તે “તમે પ્રજા માટે નહિ પરંતુ રાજા માટે જ છો” એમ જ એનો અર્થ થઈ શકે.”
વિજયદેવ! તમારી માન્યતા જે મારા અર્થ પ્રમાણેની હોય, તે તે ભૂલ ભરેલી છે. તમે રાજા માટે નહિ, પણ પ્રજા માટે છે. પ્રજાના થઈ રહેશે, તે જ પ્રજા તમારી થશે. હવેથી ધ્યાનમાં રાખજો કે, મહારાજનંદ ન્યાય, અન્યાય જુએ છે. ગુન્હેગાર ગમે તેટલા ઊંચા દરજજને હશે તે પણ ન્યાયાસન આગળ તે તેણે ગુન્હેગાર તરીકે જ ઉભા રહેવું પડશે. મને તમારા પર વિશ્વાસ છે. ફરીથી આવી ભૂલ ન થાય તે ધ્યાનમાં રાખજે. તમને સોંપેલ જવાબદારી અઘરી છે. ઉપરથી ઉજળા અને ભવ્ય જણુતા માણસે ઘણી વાર હદયના કાળા અને સંકુચિત હેય છે. જાઓ, હવેથી સાવચેત રહેજે. ગુન્હેગાર ગમે તે હોય, પણ તેનું કાવત્રુ પકડતાં ગભરાશો નહિ.” રાજાએ વિજયને જવાની રજા આપતાં કહયું.
| વિજયે પિતાના આસન પરથી ઉઠયો. તેણે હાથ જોડી મહારાજાને કહ્યું : “મહારાજ! મારા મનમાં જે ભીતિ હતી, તે નીકળી ગઈ છે. હવેથી કઈ પણ કાર્યમાં ભૂલ નહિ થાય, તેની ખાત્રી આપું છું.”
“મને તમારા પર સંપૂર્ણ વિશ્વાસ છે.” મહારાજાએ કહ્યું.
આ સાંભળી વિજયદેવનું હૃદય હરખાયું. મહારાજાની પરવાનગી લઈ તે ચાલી નીકળ્યા.