________________
ચિંતામાં વધારે
૧૭
ડી વારમાં બાળકે આંખ ઉઘાડી. રાજા અને રાણીનાં મુખ હસુ હસું થઈ રહ્યાં. બાળકને તેડો. નિર્દોષ બાળકે પિતાના હાથમાંથી છૂટવાને પ્રયત્ન કર્યો. રાજાએ તેને છૂટે. મૂકતાં જ તે પિતાની માતા પાસે દેડી ગયે. મહારાણીએ પુત્રને ઉંચકી લીધો. માથે હાથ ફેરવતાં ફેરવતાં તે બોલ્યાં : “બેટા !–” આગળ તેમનાથી બેલી શકાયું નહિ. પુત્રની ચિંતા કરવા જેવું ન લાગતાં, મહારાજાએ વૈદ્યને સાથે લઈ બેઠકખંડમાં પ્રવેશ કર્યો.
રાજાએ એક આસન પર સ્થાન લીધું. સામે જ વૈદા પણ બેઠા. રાજાએ પૂછ્યું : “વૈદ્યરાજ ! કુમારને મૂછ આવવાનું કારણ શું?”
મહારાજ ! ” વૈદ્યરાજ બેલ્યા: “તેમને કેઈએ ઝેરી વસ્તુનું પ્રાશન કરાવ્યું છે. વખતસર ઉપાય લેવામાં આવ્યા ન હેત તે, પરિણામ ખરાબ આવવાનો સંભવ હતું, પણ હવે કઈ જાતને વાંધો નથી. આપને કદાચ આઘાત લાગશે એમ માનીને હું આ બાબત કહેવાને ખુશી નહોતે. પરંતુ મારી ફરજ છે કે, રોગ અને રોગ થવાનાં કારણોની વિગત મારે રેગીના હિતચિંતકોને જણાવવી જોઈએ.”
પણ વૈદરાજ ! કુમારને ઝેરી વસ્તુ આપે એવી કોઈ . પણ વ્યક્તિ અમારા રાજમહેલમાં નથી. તેની દેખરેખ રાખનાર દરેકે દરેક દાસ-દાસી અમારા વિશ્વાસને પાત્ર છે.” મહારાજા પણ વિચારમાં પડી ગયા. કુમારને ઝેર આપનારની તપાસ કરવાનું નવું કાર્ય ઉભું થયું હતું. એક બે દિવસમાં ગુનહેગાર વ્યકિતને પકડવી અશકય છે. તેટલા જ વખતમાં ત્રણમાંથી એક પણું પુત્રને ઝેર આપવામાં આવે તો ? રાજાની આંખે અંધારાં , આવવા લાગ્યાં. આ વિચાર પણ તેમને અસહ્ય થઈ પડ્યું.