________________
વરરૂચિની ઘેલછા
૧૩. હતો. સફેદ કપડાંમાં છુપાયેલા ગુન્હેગારે રાજા તેમ જ પ્રજાને આબાદ રીતે હાથતાળી આપી શકે છે. અહીં પણ તેમજ બન્યું હતું.
અધિપતિના મૃત્યુ પછી વિજયને ગુપ્તચર મંડળને ન અધિપતિ નિમવામાં આવ્યો રાજા તેમજ ચાણક્યને માનીતો વિજય ધીમે ધીમે સત્તાવાન બનવા લાગે. ચાણકયના અચાનક જવાથી વિજયે પોતાને એક મદદનીશ ગૂમાવ્યો.
ચાણક્યના જવાથી તેમનું સ્થાન વરચિને મળવાનું છે આ વાત તેનાથી અજાણું નહતી. વરરૂચિ તે ઘણું સમયથી તેને પોતાને જ માની બેઠા હતા. વિજયને મિત્ર માની બેઠેલા વરરૂચિએ તેને જરૂરી કામ માટે–મંત્રણું માટે બેલાવ્યો હતો. જે સમય મંત્રણ માટે કામમાં લેવાનો હતો, તે સમય, તે વરરૂચિની ઘેલછાના નશામાં પસાર થઈ ગયો. મંત્રણ મંત્ર. ણાને ઠેકાણે રહી.
બંને મિત્રો વિદ્યાપીઠથી બે માઈલ દૂર આવેલા મુકરર સ્થાને જવાને નીકળ્યા. દરેક જણ પોતપોતાના વિચારમાં મશગૂલ રહી ધીમે ધીમે માર્ગ પસાર કરી રહ્યો હતો. પક્ષીઓનો કલરવ પણ તેમના વિચારને ભંગ કરવાને અશકી નીવડ્યા હતા. રસ્તાની બંને બાજુએ આવેલાં વૃક્ષોમાંનાં વડની વડવાઈઓ તેમને અવારનવાર સ્પર્શ કરી રહી હતી.
વિચારના તરંગમાં જ તેમણે બે માઇલને પંથ કાપે. મુકરર કરેલી જગ્યાએ આવીને બંધ દરવાજે ઠેતાં વિજયે બૂમ મારી. - “પદ્મા”