________________
પ્રકરણ ૨૮ મું
કેદી અવસ્થામાં
વિજયને ભેંયરામાં પૂરાયાને કેટલાયે દિવસ થયા હેવા છતાં, શ્રીયકજીએ તેની મુલાકાત લીધી નહોતી.
| વિજય એકાન્તમાં હતા. એક રાજદ્રોહી, વિશ્વાસઘાતી કેદીની માફક. હવા ઉજાસ પણ પૂરાં નહિ. ખાવાનું અસંતેષકારક, પહેરો સખત. ખાવાનું આપવા માટે શ્રીયકજીનો ખાસ વિશ્વાસુ માણસ જતો. વિજયે તેને બેલાવવાને ઘણે પ્રયત્ન કર્યો હોવા છતાં; નેકરની દઢતા અડગહતી. શ્રીયકનો તેને સખ્ત દૂકમ હતું, કે કઈ પણ કારણવશાત વિજયની સાથે બોલવું નહિ. ખાવા આપવા જતાં બરાબર સંભાળ રાખવી, નહિ તે દૂમલો કરતાં વાર નહિ લગાડે.
વિજયની મૂંઝવણ પાર નડત. મંડળનું શું થયું હશે,