________________
૧૩૧
વિદ્યાપીઠની મુલાકાતે
મહારાજાના મનમાં વિચારેની વંશપરંપરા ચાલવા માંડી હતી. પંડિત વરરૂચિ તેમના ચહેરા પર પ્રકટ થતા ભાવોનું ધ્યાનપૂર્વક અવલોકન કરી રહ્યા હતા.
કંઈક યાદ આવ્યું હોય તેમ મહારાજા એકાએક બેલી ઉઠયા :
પંડિતજી! શિષ્યોને અપાયેલું શિક્ષણ ખરેખર પ્રશંસની ય છે.
રાજન ! મગધદેશના પાટલીપુત્રની નાલંદા વિપીડની કીતિને સુવિખ્યાત કરવાની જે જવાબદારી મારા પર નાંખવામાં આવી છે, તેનું મારે યથાર્થ પાલન કરવું જોઈએ. સુશિક્ષણ પ્રાપ્ત કરી પ્રખ્યાત થયેલા શિષ્યને, “આ મારો શિષ્ય છે” એમ કહેવામાં અમારૂં ગૌવર છે. જવલંત વિદ્યાપ્રેમી શિષ્યને પિતાના શિષ્ય કહેવામાં અમને અભિમાન ઉપજે છે.” પંડિત વરચિએ તદન શાન્તપણે કહ્યું. મહારાજા પર પિતાની પ્રતિજ્ઞા પાડવાને આ સુંદર મૂકે છે એમ તેમણે માન્યું.
પંડિતજી! મારા સાંભળવામાં આવ્યું હતું, કે આપણી વિદ્યાપીઠમાં અપાતું શિક્ષણ ધીમે ધીમે ભૂસાતું જાય છે.”
“કહેનાર પર આપને સંપૂર્ણ વિશ્વાસ હો જોઈએ.” “હું કોઈના પર વિશ્વાસ રાખતા નથી.”
ત્યારે વિના કારણે વિદ્યાપીઠની મુલાકાત લેવાની તકદી લીધી ?" “એવી મુલાકાતે તે મેં ઘણી યે લીધી છે.”
છતાં આજની મુલાકાતમાં ફેર છે.” “કારણ કે હું સમાચાર આપ્યા સિવાય આવ્યો છું,