________________
મહામંત્રી શકટાળ
“ કારણ કે, વિજયદેવ કહે છે કે મહાઅમાત્ય રાજ્યની લગામ હાથમાં લેવા ઈચ્છે છે, ત્યારે મહાઅમાત્ય અને શ્રીયકજી કહે છે, કે વિજયદેવે એક કાવત્રાર મંડળ સ્થાપ્યું છે. તે મંડળને ઉદ્દેશ રાજસત્તાને ઉથલાવી પાડવાને છે.”
આ બન્નેમાંથી આપને કોનું કહેવું ખરું લાગે છે ?”
મને તો બધાનું જ કહેવું ખરું લાગે છે. તમને શું લાગે છે ?”
મને મહાઅમાત્ય અને શ્રીયકજીના કહેવા પર વધારે વિશ્વાસ બેસે છે”
“રાણી ! ભોળવાતાં નહિ.”
હું તો આપની પાછળ છું.” “સાવચેતી રાખવી પડશે.”
ગમે તે એક પર વિશ્વાસ પણ રાખવું પડશે. “વિશ્વાસ અસ્થાને ન રખાય તો સારું.” “આપ થાપ ખાવ તેવા નથી.” “તે માન્યતાને કદાચ બદલવી પડે.” “આપની અને મારી માન્યતા મક્કમ હોય છે”
“છતાં, ન બનવાનું બને છે ત્યારે ભિષ્મ પ્રતિના સમી મનાતી માન્યતાને પણ બદલવાની જરૂર પડે છે.”