________________
૩૩૬
ઉવસગ્ગહરં સ્તોત્ર શ્રી કલ્યાણસાગરે પાર્શ્વનાથત્યપરિપાટીમાં કહ્યું છે કેઅંતરીક કુકડેસરઈ અવંતી હે શ્રી મગસી પાસ; રામપુરઈ રળિયામણ, મંડલિગઢ ( રાયાણ દાસ.
શ્રી મેઘવિજય ઉપાધ્યાયે પણ શ્રી પાર્શ્વનાથ નામમાલામાં તેની નીચે પ્રમાણે નેધ લીધી છે: મહિમાંહિ મહિમામંદિર શ્રી મગસીશ,
સુરનરનાયકપદ આપે છે જે બગસીશ. શ્રી પાર્શ્વનાથ ભગવાનનું મંદિર હાટ બજારમાં આવેલું છે. મૂળનાયક શ્રી પાર્શ્વનાથ ભગવાનની એક બાજુએ શ્રી ચિંતામણિ પાર્શ્વનાથ અને બીજી બાજુએ શ્રી નેમિનાથ ભગવાનની શ્યામ મૂર્તિ છે. મૂળ મંદિરમાં બે પ્રાચીન પ્રતિમાઓ દશમા સૈકાની છે ને બીજી મૂર્તિઓ પર ૧૫૪રના લેખો વિદ્યમાન છે. મૂળ મંદિરની ચારે બાજુ મળી કર દેવકુલિકાઓ છે. મંદિરની આગળ એક ચૌમુખ દહેરી છે, તેની આગળ રાયણવૃક્ષ છે. દહેરીમાં શ્રી પાર્શ્વનાથ ભગવાનનાં પગલાં છે. મંદિરની પાછળ આવેલા બગીચામાં પાંચ દહેરીઓ છે, તેમાં શ્રી પાર્શ્વનાથ ભગવાન, શ્રી અભયદેવસૂરિ અને દાદાજી વગેરેનાં પગલાં પધરાવેલાં છે. અહીં બે ધર્મશાળાઓ છે. આ તીર્થને વહીવટ આણંદજી કલ્યાણજીની પેઢી સંભાળે છે.
[ ૨૦ ] શ્રી લોદ્રા પાર્શ્વનાથ જેસલમેરથી દશ માઈલ દૂર શ્રી દ્વવા પાર્શ્વનાથનું