________________
શ્રી પાર્શ્વનાથ ભગવાનનાં મુખ્ય તીર્થો
૧૮ ] શ્રી બલેજા પાર્શ્વનાથ સૌરાષ્ટ્રમાં માંગરોલ અને રિબંદરની વચ્ચે બેલેજા ગામ આવેલું છે. ત્યાં શ્રી પાર્શ્વનાથ ભગવાનનું દહેરાસર છે, તે તીર્થરૂપ છે. કેટલાક લોકે દરિયામાં વહાણમાં બેસીને જતા હતા, તે વખતે વહાણ થંળ્યું અને પ્રતિમાજી પ્રગટ થયાં. તેને બલેજા ગામમાં પધરાવવામાં આવ્યાં. લોકોને આ પ્રતિમાજી પર ઘણું આસ્થા છે. ઊના-અજારા પંચતીર્થીની યાત્રા કરનારા ઘણે ભાગે આ તીર્થની યાત્રા પણ કરે જ છે.
[ ૧૮ ]
શ્રી મક્ષી પાર્શ્વનાથ માલવપ્રદેશમાં ઉજૈનથી પાલ જતાં મક્ષી નામનું સ્ટેશન આવે છે. તેની નજીકમાં મક્ષી નામનું ગામ છે. ત્યાં લાખો રૂપિયાના ખર્ચે બંધાયેલું ભવ્ય દહેરાસર છે, તે એક તીર્થની ખ્યાતિ ભોગવે છે.
સંગ્રામ સેની વઢિયારમાંથી માંડવગઢ આવ્યા અને પુષ્કળ દ્રવ્ય તથા ઉજજવલ કીતિ કમાયા. તેમણે પિતાના એ દ્રવ્યની સાર્થકતા ૧૭ જિનમંદિરો બંધાવીને તથા અનેક ગ્રંથભંડારે સ્થાપીને કરી. આ જિનમંદિરે પિકી એક મંદિર તેમણે મગસીમાં બંધાવ્યું હતું અને તેમાં શ્રી પાર્શ્વ નાથ ભગવાનની પ્રતિમા પ્રતિષ્ઠિત કરી હતી, તે મગસી પાર્શ્વનાથ તરીકે પ્રસિદ્ધ થઈ હતી. આ