________________
૩૨૮
ઉવસગ્ગહરે તેત્ર કેટલાક મૌલવીઓ ગુપ્ત વેશે મંદિરમાં દાખલ થઈ ગયા અને લેહી છાંટીને એ મંદિરને અપવિત્ર કર્યું તથા મૂર્તિને ખંડિત કરી. બીજા દિવસે સવારે તેઓ પકડાઈ જતાં રાજાએ તેમને પ્રાણદંડ દીધે.
પવિત્ર પ્રાચીન મૂર્તિ ખંડિત થતાં ધાંધલ શેઠ વગેરેને પારાવાર દુઃખ થયું અને ઉપવાસ કર્યા. દેવે સ્વપ્ન આપ્યું કે એ મૂર્તિના નવ ટુકડા નવશેરની લાપસીમાં મૂકે અને નવમા દિવસે દરવાજા ઉઘાડજો એટલે તે સંધાઈ જશે, પણ સાતમા દિવસે કઈ સંઘ દર્શને આવતાં બારણું ઉઘાડ્યાં. એ વખતે મૂર્તિને ટુકડા તે જોડાઈ ગયા હતા, પણ રેખાઓ દેખાતી હતી. ત્યારથી મૂર્તિ એ હાલતમાં જ રહી.
આ મૂર્તિના ચમત્કારની બીજી પણ અનેક વાત પ્રચલિત છે. મહામંત્રી પેથડકુમાર, ઝાંઝણકુમાર, ચાહડ વગેરેએ આ સ્થાનની યાત્રા કર્યાના ઉલ્લેખ પ્રાપ્ત થાય છે.
- પ્રાતઃકલની તીર્થગંદનામાં “જીરાવલે ને થંભણ પાસ” એ શબ્દોથી આ તીર્થનું નામ લેવાય છે. વળી દરેક દહેરાસરમાં પ્રતિષ્ઠા વખતે જીરાવલા પાર્શ્વનાથને મંત્ર આલેખાય છે, તે એને મહિમા સૂચવે છે.
ઓરિસામાં જગન્નાથપુરી, મારવાડમાં ઘણેરાવ, નાડલાઈ નાંદોલ, બલેલ, શિરેહી અને મુંબઈમાં ઘાટકેપર ખાતે શ્રી જીરાવાલા પાર્શ્વનાથની સ્થાપના થયેલી છે.