________________
શ્રી પાર્શ્વનાથ ભગવાનનાં મુખ્ય તીર્થા
[ ૧૪ ]
શ્રી નાકોડા પાર્શ્વનાથ
૩૯
શ્રી સમયસુંદર ઉપાધ્યાયે એક સ્તવનમાં કહ્યું છે કે— જાગતા તી પાર્શ્વ પહુ,
જ્યાં યાત્રી આવે જગત સહે;
મુજને ભવદુઃખ થકી છેડા,
નિત નામ જપા નાકાડો. એ પરથી આ પ્રાચીન તીર્થીના મહિમા સમજી શકાશે.
પ્રથમ અહીં જૈનોનાં ૨૭૦૦ જેટલાં ઘર હતાં, પણ કાલક્રમે તેમાં ઘટાડા થતા ગયા અને આજે તે ત્યાં જનાનું એક પણ ઘર રહ્યું નથી.
મારવાડમાં આલેાતરા સ્ટેશનથી દક્ષિણ દિશામાં છ માઈલ દૂર મેવાનગર આવેલુ છે. ત્યાં પ્રથમ વીરમપુર નામનું નગર વસેલુ હતું અને તેનાથી દશ ગાઉના અંતરે નાકાર નગરની આબાદી હતી, એટલે વીરમપુર-નાકારા તરીકે તેની પ્રસિદ્ધિ હતી. પરંતુ તેરમા સૈકામાં આલમશાહે નાકાર નગર ભાંગ્યું, ત્યારથી આ સ્થાન જ વીરમપુર-નાકારા કે નાકોડા તરીકે ઓળખાવા લાગ્યું અને લેાકમાં આજે એ નામથી જ તેની ખાસ પ્રસિદ્ધિ છે.
અહીં ડુંગરની વચ્ચે ત્રણ મદિરે આવેલાં છે. તેમાં મુખ્ય મંદિર શ્રી પાર્શ્વનાથ ભગવાનનું છે, તે ઘણું પ્રાચીન તે વિશાળ અને મનેાહર છે. તેમાં ૨૩ ઈંચની ભગવાનની ભવ્ય