________________
શ્રી પાર્શ્વનાથ ભગવાનનાં મુખ્ય તીર્થા
૩૨૭
પહાડી છે. તેમાંથી વહેતાં ઝરણાને લીધે આ પ્રદેશ ખારે માસ લીલેાછમ રહે છે.
પ્રથમ અહી` મૂલનાયક તરીકે શ્રી પાર્શ્વનાથ ભગવાન બિરાજતા હતા, પણ જદ્ધિાર સમયે શ્રી અરિષ્ટનેમિ ભગવાનની મૂલનાયક તરીકે પ્રતિષ્ઠા થયેલી છે અને તેની અને માજી સહસ્રા પાર્શ્વનાથની મૂર્તિ બિરાજે છે.
મારવાડમાં બ્રાહ્મણુપુર નગરમાં ધાંધલ નામના શેઠ હતા. તેની ગાય હુંમેશા સાહીલી નદીની પાસે રહેલા પહાડની ગુફામાં જઈને દૂધ ઝરી જતી. આથી શેઠને આશ્ચર્ય થયું. એક વાર તેમને સ્વપ્ન આવ્યુ કે જ્યાં ગાય દૂધ ઝરે છે, ત્યાં શ્રી પાર્શ્વનાથ ભગવાનની મૂર્તિ રહેલી છે. તેની તુ પ્રભાવના કર.'
સવારે શેઠે ત્યાં જઈ જમીન ખાદાવી તેા મૂર્તિ મળી આવી. એવામાં ત્યાં જીરાપલ્લી ગામના લાકે આવી પહાંચ્યા. તેમણે એ મૂર્તિ પેાતાને ત્યાં લઈ જવાની ઈચ્છા પ્રકટ કરી. તેમાંથી વિવાદ થયા અને આખરે એવા નિર્ણય કરવામાં આવ્યા કે રથને એક બળદ બ્રાહ્મણપુરના જોડવા અને બીજો જીરાપલ્લીના જોડવા. પછી એ મળદ્ર જ્યાં રથને લઈ જાય, ત્યાં પ્રભુજીને પધરાવવા. બળદો એ રથને જીરાપલ્લી તરફ લઈ ચાલ્યા, એટલે ત્યાંના મહાજને વાજતે-ગાજતે પ્રભુજીને નગરમાં પ્રવેશ કરાવ્યે.
એક વાર મુસલમાનેાની સેના ચડી આવી, તેને અધિષ્ઠાયક દેવની કૃપાથી પરાજય થયા, પરંતુ એ વખતે