________________
૩૨૪
ઉવસગ્ગહરે તેત્ર છે. તેમાં ઉતરવાની તેમણે કેશીશ કરેલી, પણ ભલેએ ભય બતાવવાથી તેઓ ઉતર્યા નહિ. ગેડીજીના મંદિરના કેટ વગેરેના પથ્થરે ઉમરકોટમાં એક સરકારી બંગલાના વરંડા વગેરેમાં લાવવામાં આવ્યા છે.”
આ અંગે વધારે જાણવા ઈચ્છનારે, “શ્રી ગેડી પાર્શ્વનાથ સાધશતાબ્દી સ્મારક ગ્રંથમાં અમારે લખેલે “શ્રી ગેડી પાર્શ્વનાથ” નામને વિસ્તૃત લેખ અવશ્ય અવલક.
આ તીર્થને ઉદ્ધાર થાય, એ અતિ જરૂરનું છે. તે માટે જૈનસંઘે કટિબદ્ધ થવું જોઈએ.
[૧૧] શ્રી ધૃતકèલ પાર્શ્વનાથ કચ્છના અબડાસા તાલુકામાં (૧) સુથરી, (૨) કોઠારા, (૩) જખો, () નળિયા અને (૫) તેરા, આ પાંચ ગામે તીર્થરૂપ મનાય છે. આ પંચતીર્થીમાં સુથરીનું મહત્ત્વ સહુથી વધારે છે, કારણ કે ત્યાં શ્રી કૃતકલૅલ પાર્શ્વનાથની ચમત્કારિક મૂતિ વિરાજમાન છે.
સુથરીમાં શ્વેતામ્બર મૂર્તિપૂજક જૈનોનાં ૨૦૦ ઘરે છે, ૬ ઉપાયો છે અને ૪ ધર્મશાળાઓ છે, જેમાંની ૩ સાર્વજનિક ઉપગ માટે છે અને એક ખાસ જૈન યાત્રાળુઓ માટે છે.
ગામની મધ્યમાં આવેલ શિખરબંધી મંદિરની બાંધણી