________________
શ્રી પાર્શ્વનાથ ભગવાનના મુખ્ય તીર્થો
૩૨૫ અને રંગકામ ભવ્ય છે. તેમાં ૪૮ પાષાણુની, ૨૩ ધાતુની તથા ૨૬ ચાંદીની મળી કુલ ૯૭ જિનમૂર્તિઓ વિરાજમાન છે. આ સિવાય ૯૫ ચાંદીના તથા ૧૪ સર્વ ધાતુના સિદ્ધચકો છે. દહેરાસરના પ્રવેશદ્વારની જમણી બાજુએ ચકેશ્વરીરી દેવી અને ડાબી બાજુએ મહાકાલી દેવીની આરસની મૂર્તિઓ દર્શનીય છે.
મૂળ તે ઉદ્દેશી નામના એક શ્રાવકને કેઈ વ્યક્તિ પાસેથી શ્રી પાર્શ્વનાથ ભગવાનની મૂર્તિ મળેલી, તે ખાદ્યપદાર્થના ભંડકિયામાં મૂકતાં આખું ભંડકિયું ખાદ્યપદાર્થોથી ભરાઈ ગયેલું. આ ઘટનાથી તે અતિ આશ્ચર્ય પામ્યું. તેણે આ વાત ગામના યતિઓને કરી, એટલે યતિજીએ ગામમાં એક નાની દહેરી બંધાવી તે મૂર્તિ એમાં પધરાવી. પ્રતિષ્ઠાના સમયે સંઘવાત્સલ્ય રાખવામાં આવ્યું, ત્યારે ઘીના એક કુલ્લામાંથી ઘી નીકળ્યા જ કર્યું. પાંચ મણના કુલ્લામાંથી પચીશ મણ ઉપરાંત ઘી નીકળે એટલે સહુને આશ્ચર્ય થાય એ સ્વાભાવિક છે. તપાસ કરી તે દહેરીમાં પધરાવેલા પ્રતિમાજી એ કુલામાં હતા. પછી એ કુલ્લ તોડી નાખી તેમાંથી પ્રતિમાજીને બહાર કાઢ્યો અને ફરી મોટું મંદિર કરાવી તેમાં તેની પ્રતિષ્ઠા કરી, ત્યારથી તે શ્રી શ્રુતલેલ પાર્શ્વનાથના નામથી ઓળખાય છે. કચ્છ પ્રદેશમાં આ મૂર્તિને ઘણે મહિમા છે.