________________
૩૧૦
ઉવસગ્ગહર સ્તાત્ર
કેટલાં ઊ'ટ છે?' મેઘાશાએ કહ્યું: ‘વીશ.' પણ દાણીએ ગણ્યાં તે ઓગણીશ થયાં. ફરી દાણીએ પૂછ્યું કે ‘તમારી સાથે કેટલાં ઊંટ છે ? ’મેઘાશાએ કહ્યું : વીશ. ” પણુ દાણીએ ગણ્યાં તે ઓગણીશ જ થયાં.
6
મેઘાશાના સમજવામાં આવી ગયુ કે આ ચમત્કાર પેલાં પ્રતિમાજીના છે. જે ઊંટ ઉપર તેમને મૂકવામાં આવ્યાં છે, તે ઊંટ તેને દેખાતા નથી. તે ખાખત તેણે દાણીને ખુલાસા કર્યાં, એટલે દાણીએ તે પ્રતિમાજીનાં દન કરવાની ઇચ્છા પ્રકટ કરી અને મેઘાશાએ તે પ્રતિમાજીનાં દન કરાવ્યાં. આથી દાણી ઘણા પ્રસન્ન થયા અને તેણે દાણ માફ કર્યું.
અનુક્રમે મેઘાશા પેાતાના વતન ભૂદેશરમાં આવ્યા અને તેમણે પેલાં પ્રતિમાજી પેાતાના ઘરમાં સારા સ્થાનમાં પધરાવ્યાં. પછી કાજળશા મળવા આવ્યા, ત્યાં વેપાર-વણજની તથા હિસાબની વાત થઈ. તેમાં મેઘાશાએ પાંચસે ટકા પ્રતિમાજીના ગણાવ્યા. આથી કાજળશાએ ચીડાઇને કહ્યું : ‘તમે આ શું કર્યુ. ? એક પથ્થરના પાંચસો ટકા ? તે મને પોસાશે નહિ.’મેઘાશાએ કહ્યું: તા એ પૈસા મારા માથે રહ્યા, હવે આ પ્રતિમાજીમાં તમારા ભાગલાગ નહિ.'
મેઘાશાને મૃગાદે નામની સ્ત્રી હતી. તેનાથી બે પુત્ર થયા હતા: એક મહિયા અને બીજો મહેરો. તે બંને પુત્રો
રત્નસમાન હતા.
હવે મેઘાશાએ પેલાં પ્રતિમાજી ધનરાજ નામના પેાતાના