________________
શ્રી પાર્શ્વનાથ ભગવાનનાં મુખ્ય તીર્થો
૩ર. એક સંબંધીને ખ્યા અને તે એ પ્રતિમાજીની નિત્ય સેવાપૂજા કરવા લાગ્યા. આ રીતે બાર વર્ષો વહી ગયા પછી યક્ષે સ્વપ્ન આપ્યું કે “તું કાલે પ્રભાતે વહેલે તયાર થજે અને ભાવલ ચારણ પાસેથી વેલ માગી લઈને તેને બે નાના બળદો જેજે અને તેમાં શ્રી પાર્શ્વનાથ પ્રભુની પ્રતિમા પધરાવીને તું જાતે જ એ વેલને હાંકજે અને થલવાડી તરફ લઈ જજે. રસ્તામાં પાછું વાળીને જઈશ નહિ.”
બીજા દિવસે મેઘાશાએ તેમ કર્યું, પરંતુ ઉજજડ, ગામ આવ્યું, ત્યાં તેણે પાછું વાળીને જોયું, એટલે વેલ ત્યાંજ થંભી ગઈ અને આગળ ચાલી નહિ. આથી મેઘાશાને ઘણો પસ્તાવો થયો. રાત્રે સ્વપ્નમાં યક્ષે કહ્યું કે “આ ગોડીપુર નામનું ગામ છે. અહીંથી થોડે દૂર તાજું છાણું પડેલું છે, ત્યાં કૂવે છેદાવીશ તે મીઠું પાણી નીકળશે. તેની નજીકમાં એક આકડે છે, ત્યાં ચોખાને સાથિયે પૂરેલ છે. તેની નીચે ધન દટાએલું છે, તે તું લઈ લેજે. વળી નજીકમાં પથ્થરની ખાણ છે, તેમાંથી પથ્થરો મંગાવી શિરોહીના સલાટો પાસે સારા સ્થાને એક સુંદર મંદિર બંધાવજે અને તેમાં આ પ્રતિમાજી પધરાવજે.
મેઘાશાએ તે પ્રમાણે કર્યું તથા પિતાને સગાંસંબંધીઓને તેડાવી એ ગામને વસ્તીવાળું કર્યું. પછી શિહીથી સલાટો તેડાવીને શુભ મુહૂર્તે સારા સ્થાને મંદિર બંધાવવાનું શરૂ કર્યું. હવે ધનની ખોટ ન હતી, એટલે તેને બને તેટલું સુશોભિત બનાવ્યું. તેની કીતિ ચારે બાજુ ફેલાવા ૨૧