________________
શ્રી પાર્શ્વનાથ ભગવાનનાં મુખ્ય તીર્થો
૩૧૯ નાખીશ.” આ સ્વપ્નથી મુસલમાન ભય પામ્યા અને તેણે એ પ્રતિમાને ખાડામાંથી કાઢી એક સારી જગાએ રાખી મૂકી. પછી તે મેઘાશાની રાહ જોવા લાગે.
આ સમયે પારકર દેશમાં ભૂદેશર નામનું નગર હતું. ત્યાં ખેંગાર નામને રાજા રાજ્ય કરતો હતો અને અનેક શેઠ-શાહુકારે તથા વ્યાપારીઓ વસતા હતા. તેમાં કાજળશા નામને એક મેટો વ્યાપારી હતા. તેણે પિતાની બહેનને મેઘાશા સાથે પરણાવી હતી. આ સાળા-બનેવી વચ્ચે પ્રીતિ હતી, એટલે એક દિવસ કાજળશાએ મેઘાશાને કહ્યું કે તમે ગુજરાત દેશમાં જઈ વેપાર કરે. જે ધન જોઈશે, તે હું આપીશ. તેમાં અમુક ભાગ મારે રાખજો.” મેઘાશા તે માટે સમંત થયા અને કાજળશા પાસેથી ધન તથા કેટલાંક ઊંટો લઈને વેપાર કરવા અર્થે પાટણ શહેરમાં આવ્યું.
ત્યાં રાત્રે સ્વપ્ન આવ્યું કે આ ગામમાં એક મુસલમાન તને પ્રભુની પ્રતિમા આપશે, તે પાંચ ટકા આપીને તું લઈ લેજે. એથી તારી બધી ચિંતા દૂર થશે.”
અનુક્રમે તે મુસલમાનને ભેટો થયો અને મેઘાશાએ પાંચ ટકા આપીને તેની પાસેથી શ્રી પાર્શ્વનાથજીની પ્રતિમાજી લઈ લીધાં. પછી તે જ તેની સેવાપૂજા કરવા લાગે.
કેટલાક દિવસ બાદ મેઘાશા પિતાના વતનમાં પાછો ફરવા તૈયાર થયે, ત્યારે પિતાની સાથેના ૨૦ ઊંટ ઉપર રૂ ભર્યું અને તેમાં પેલાં પ્રતિમાજી મૂકી દીધાં. રાધનપુર આગળ દાણીએ-દાણુ ઉઘરાવનારે પૂછ્યું કે “તમારી સાથે