________________
૩૧૪
ઉવસગ્ગહર સ્તોત્ર
[ ૯ ] શ્રી કુડેશ્વર પાર્શ્વનાથ
શ્રી પાર્શ્વનાથ ચૈત્યપરિપાટી વગેરેમાં શ્રી કુકડેશ્વર પાર્શ્વનાથનુ નામ આવે છે, તેમજ શ્રી જિનપ્રભસૂરિજીએ વિવિધ તીર્થંકલ્પમાં તે અંગે ખાસ એક કલ્પ પણ લખેલા છે.
આ સ્થાન મધ્ય પ્રાંતમાં નીમચથી ૨૪ માઈલ દૂર આવેલુ છે કે જ્યાં આજે પણ શ્રી સ ંઘનું બંધાવેલું અતિ પ્રાચીન મંદિર વિદ્યમાન છે અને જેમાં શ્રી પાર્શ્વનાથ ભગવાનની સ્મૃતિ વિરાજમાન છે,
ઈશ્વર રાજાને શ્રી પાર્શ્વનાથ પ્રભુનાં દર્શનથી જાતિસ્મરણ જ્ઞાન થયું. તેમાં કૂકડાના ભવે પોતે જાતિસ્મરણ જ્ઞાન પામ્યા હતા અને ત્યાંથી આયુષ્ય પૂર્ણ કરીને રાજપુર નગરમાં ઈશ્વર નામે રાજા થયા હતા, તેને જે સ્થળે શ્રી પાર્શ્વનાથ ભગવાનનાં દર્શીન થયાં હતાં, તે સ્થળે તેણે ભવ્ય જિનપ્રાસાદ બંધાવી તેમાં શ્રી પાર્શ્વનાથ ભગવાનનાં બિની સ્થાપના કરી અને તેમને કૂકડાનું ચિહ્ન કરાવ્યું, એટલે તે કુકટેશ્વરકુકડેશ્વર પાર્શ્વનાથ તરીકે પ્રસિદ્ધ થયું.
[ ૧૦ ]
શ્રી ગાડી પાર્શ્વનાથ
વિક્રમની પંદરમી સદીમાં શ્રી ગેાડી પાર્શ્વનાથના મહિમા શરૂ થયા અને તે દિન-પ્રતિદિન વધવા લાગ્યા. આજે પણ જૈન. સધ શ્રી ગેાડી પાર્શ્વનાથ પરત્વે અત્યંત શ્રદ્ધા ધરાવે