________________
શ્રી પાર્શ્વનાથ ભગવાનનાં મુખ્ય તીર્થો
૩૧૩ કાશી નજીક સિંહપુરીમાં અગિયારમા તીર્થકર શ્રી શ્રેયાંસનાથ ભગવાનનાં ચાર કલ્યાણક થયેલાં છે. અહીં સુંદર મંદિર છે. બાજુમાં બાગ અને ધર્મશાળા છે. અહીંથી બૌદ્ધોનું પ્રખ્યાત સારનાથ તીર્થ માત્ર અધ માઈલના અંતરે આવેલું છે. આધુનિક સારનાથ એ પ્રાગ ઐતિહાસિક કાલના શ્રેયાંસનાથને જ અપભ્રંશ હોય એમ કેટલાકનું માનવું છે.
કાશીથી ૧૪ માઈલ અને કાદીપુર સ્ટેશનથી ૨ માઈલ દૂર ચંદ્રપુરી નામનું ગામ છે. અહીંના લેકે આ ગામને ચંદ્રાવતી કે ચંદ્રૌટી તરીકે ઓળખે છે. આ ગામમાં ચાર વીઘા જેવડા વિશાળ ચોગાનમાં કિલ્લાથી ઘેરાયેલું અને આઠમા તીર્થકર શ્રી ચંદ્રપ્રભ જિનેશ્વરનાં અવન, જન્મ, દીક્ષા અને કેવળ એ ચાર કલ્યાણુકેની યાદ આપતું નાનું છતાં મનહર મંદિર આવેલું છે. મંદિરથી થોડે દૂર શ્વેતામ્બર જૈન ધર્મ શાળ છે. ગામમાં જેનેનું એક પણ ઘર નથી.
* ભારતની અતિ પ્રાચીન નગરીઓમાં કાશીની ગણના થાય છે. વારણ અને અસિ નામની બે નદીઓના સંગમની સ્મૃતિ તરીકે તેને “વારાણસી” એવું નામ પણ પ્રાપ્ત થયેલું છે. અંગ્રેજોના સમયમાં વારાણસી શબ્દને અપભ્રંશ બનારસ તરીકે થયે, પણ આજે ભારતના લેન્ગણતંત્રમાં રાષ્ટ્રીય અસ્મિતાને ઉદય થતાં ફરી તેનું નામકરણ વારાણસી તરીકે થયું છે. તેના એક ભાગને આજે કાશી કહેવામાં આવે છે, પણ ભલુપુર અને ભદેની બંને વારાણસીમાં જ આવેલાં છે.