________________
૩૦૬
ઉવસગ્ગહરે તેત્ર પ્રતિમાજી અદ્ધર રહે છે. દિગમ્બરેએ પણ આ તીર્થમાં પિતાની કેટલીક પ્રતિમાઓ બેસાડી છે અને એ રીતે પિતાને હકક સાબીત કરવા પ્રયત્ન કર્યો છે, પણ તે અંગે રાજ્યના ફેંસલાઓ શ્વેતામ્બરેની તરફેણમાં છે.
આ તીર્થની યાત્રા દરેક જૈને અવશ્ય કરવા જેવી છે.
શ્રી કરેડા પાર્શ્વનાથ મેવાડની ભૂમિ અનેક જૈન તીર્થોથી વિભૂષિત છે. શ્રી કરેડા પાર્શ્વનાથ તેમાંનું એક છે. શિલાલેખમાં તેને ઉલ્લેખ
કહેડા” તરીકે આવે છે, તે “ગુર્નાવલિમાં તેને કહેટક કહેવામાં આવ્યું છે. ઉદયપુર-ચિતોડ રેલ્વેના પાલસાગર સ્ટેશનથી પણ માઈલ દૂર આ તીર્થ આવેલું છે.
અહીં પ્રાચીન બાંધણુનું, શ્વેત પાષાણુનું બાવન જિનાલય છે. તે મૂળ ગભારે, ગૂઢમંડપ, ચેકીએ, ભમતીની દહેરીઓ, વિશાળ સભામંડપ, શૃંગાર ચેકી અને શિખર સાથેની રચનાવાળું છે. મૂળનાયક શ્રી પાર્શ્વનાથ ભગવાન છે. તેમની મૂર્તિ શ્યામવરણી છે અને તેના ઉપર સં. ૧૬૫૬ ને લેખ છે. આ મૂર્તિ જીર્ણોદ્ધાર પ્રસંગે પ્રતિષ્ઠિત કરવામાં આવી હશે, એમ લોનું માનવું છે. અહીંના એક મંદિરમાં સં. ૧૩૨૬ના ચિત્ર વદિ અમાવાસ્યા અને સોમવારનો લેખ મળી આવે છે.
સુકૃતસાગર ગ્રંથમાં લખ્યું છે કે “માંડવગઢના