________________
૩ce
શ્રી પાર્શ્વનાથ ભગવાનનાં મુખ્ય તીર્થો મહામંત્રી પેથડકુમારના પુત્ર ઝાંઝણકુમાર મોટા સંઘ સાથે તીર્થયાત્રાએ નીકળ્યા. શ્રી ધર્મઘોષસૂરિ આદિ અનેક સુરિ. પુગવે તેની સાથે હતા. સંઘ અનેક તીર્થોની યાત્રા કરતા ચિતોડ આવ્યું અને ત્યાંના અનેક જિનમંદિરનાં દર્શન કરી કરહેડા આવ્યા. ત્યાં ઉપસર્ગનું હરણ કરનારી શ્રી પાર્શ્વનાથ ભગવાનની સુંદર શ્યામવર્ણ મૂર્તિનાં દર્શન કર્યા. સંઘપતિને તિલક કરવામાં આવ્યું, તે પછી સૂરિજીએ ઉપદેશ આપતાં
સંઘપતિએ અહીંના નાના મંદિરનો જીર્ણોદ્ધાર કરાવ્યું અને તેિના પર સાત માળનું ભવ્ય મંદિર બંધાવ્યું. પરંતુ આજે
એ મંદિરમાં સાત માળ નથી, એટલે એ સાતમાળનું શું થયું? તે વિચારવાનું રહે છે.
મુસલમાનોના આક્રમણથી બચવા આ મંદિરના એક ભાગ પર મરજીદ જે આકાર કરવામાં આવ્યું છે.
એમ કહેવાય છે કે જ્યારે આ મંદિર બંધાયું, ત્યારે તેની સામેની દિવાલમાં એક એવું છિદ્ર રાખવામાં આવ્યું હતું કે જેથી પિષ વદિ ૧૦ (ગુજરાતી મિતિ પ્રમાણે માગસર વદિ ૧૦)ને દિવસે તેમાંથી સૂર્યનું કિરણ સીધું મૂળનાયકના મુખ પર પડે. આ દિવસે શ્રી પાર્શ્વનાથ પ્રભુનો જન્મ થયે હતે, એ કહેવાની જરૂર છે ખરી ? પરંતુ આ મંદિરને જીર્ણોદ્ધાર થયે, ત્યારે ઉક્ત દિવાલની કરામત અસ્ત પામી.
કરેડા સ્ટેશનથી માત્ર અઢી માઈલના અંતરે દયાલશાહને કિલ્લે આવેલું છે. તેની સાથે ચિતેડના ઈતિહાસની એક મહાન ઘટના જોડાયેલી છે. મેવાડના રાણા રાજસિંહે