________________
શ્રી પાર્શ્વનાથ ભગવાનનાં મુખ્ય તીર્થા
૩૦૧
હે રાજન ! જે કોઈ પ્રાણી આ પ્રતિમાનું આરાધન કરશે, તેની સર્વ ઈચ્છાએ અમે અંતરીક્ષમાં રહીને પૂરી કરીશું.
પ્રાતઃકાલમાં રાજાએ નાગરાજના કહેવા મુજબ ભગવાનની પ્રતિમા પ્રાપ્ત કરી અને તેને નાલીના રથમાં બેસાડી સાત દિવસના વાછરડાએ જોતર્યાં તથા પાતે આગળ ચાલવા લાગ્યા. એમ કરતાં કેટલીક ભૂમિ આળગી ગયા, ત્યારે રાજાને શંકા થતાં વાંકી નજરે જરા પાછળ જોયુ, એટલે ભગવાન ત્યાં અટકી ગયા અને રથ નીચેથી નીકળી ગયા. ત્યાં વડલાનુ ઝાડ હતું, તેની નીચે ભગવાન જમીનથી સાત હાથ ઊંચા રહ્યા. આથી રાજા આશ્ચર્ય પામ્યા અને ઘણા ખેતુ કરવા લાગ્યા. ફરીને નાગેન્દ્રને સંભાર્યાં, ત્યારે નાગેન્દ્રે કહ્યું કે ૮ ભાવિભાવ મિથ્યા થતા નથી. હવે અહી જ ચૈત્ય-મધાવે. ભગવાન આગળ જશે નહિ.'
રાજાએ ત્યાં આગળ મંદિર બંધાવ્યું, પણ એથી રાજાને કંઈક અભિમાન આવતાં પ્રતિમાજીએ તેમાં પ્રવેશ કર્યાં નહિ. છેવટે શ્રી અભયદેવસૂરિએ સ. ૧૧૪૨ના માહ સુદિ ૫ ને રવિવારે વિજય મુહૂર્તે ત્યાં પ્રતિષ્ઠા કરી અને તેને મહિમા સારાયે ભારતવર્ષમાં પ્રસર્યાં. વિક્રમની અઢારમી શતાબ્દીમાં શ્રી ભાવિજયજી મહારાજે પાતાની ખાવાઈ ગયેલી ચક્ષુની રાશની આ પ્રતિમાના પ્રભાવથી પ્રાપ્ત કરી અને સ, ના ચૈત્ર સુદ્ધ ૬ ને રવિવારે મંદિરને થાડું માટુ બનાવી પુનઃ પ્રતિષ્ઠા કરી.
૧૭૧૫
હાલ નીચેથી એક અગલુછણું પસાર થાય તેટલ