________________
300
ઉવસગ્ગહર સ્તાત્ર
ખેડામાં પણ શ્રી અમીઝરા પાર્શ્વનાથનાં ખાસ માિ છે. આ નામની મૂર્તિ તા અનેક સ્થળે છે, જેમાં ગિરનાર પહાડ પર ભોંયરામાં આવેલી મૂતિ ઘણી ચમત્કારિક છે. [3] શ્રી અહિચ્છત્રા પાર્શ્વનાથ
કુરુજા’ગલ દેશમાં અહિચ્છત્રા નામે નગર આવેલું હતું. તેની પાશ્ર્વતી તરીકે ભારે ખ્યાતિ હતી. એમ કહેવાય છે કે મેઘમાળીએ પાર્શ્વનાથ ભગવાનને જે સ્થાને ઉપસ કર્યાં હતા અને જ્યાં ધરણેદ્ર નાગરાજે આવીને તેમના માથે છત્ર ધર્યું" હતુ, તે સ્થાન અહિચ્છત્રા નામે પ્રસિદ્ધ થયું અને ત્યાં જે નગરી વસી તે અહિચ્છત્રા નામે ઓળખાવા લાગી. પુરાતત્ત્વવિદોના અભિપ્રાયથી ઉત્તર પ્રદેશના બરેલી જિલ્લામાં આવેલા એએનાલા ગામથી ઉત્તરમાં ૮ માઈલ દૂર રામનગર શહેર છે. ત્યાંથી દક્ષિણમાં સાડાત્રણ માઈલના ઘેરાવામાં જે ખંડેરો પડેલાં છે, તે જ પ્રાચીન કાલની અહિચ્છત્રા નગરી છે.
અહીથી થાડે દૂર કટારીખેડા નામની જગા છે, ત્યાંથી કેટલીક જૈન મૂર્તિ અને સ્તૂપા મળી આવ્યાં છે. ત્યાં આજે ઇંટનુ' અનાવેલું એક નાનુ જૈન મંદિર છે, પરંતુ જૈન સ ંઘે આ સ્થાનનું ઐતિહાસિક મહત્ત્વ પિછાણી ત્યાં શ્રી પાર્શ્વનાથ ભગવાનનું ભવ્ય મંદિર નિર્માણુ કરવુ જોઈ એ તથા ત્યાં યાત્રાળુઓનુ આગમન થતું રહે એવી વ્યવસ્થા પણ કરવી જોઈ એ.