________________
શ્રી પાર્શ્વનાથ ભગવાનનાં મુખ્ય તીર્થો શ્રી મેહનસૂરિ, શ્રી તવકુશલમુનિ અને ઉપાધ્યાય શ્રી વિદ્યાસાગર મહારાજની પાદુકાઓ પ્રતિષ્ઠિત છે. અહીંનું વાતાવરણ ઘણું શાંત અને આહૂલાદક છે.
[ ] શ્રી અમીઝરા પાર્શ્વનાથ મધ્ય પ્રદેશમાં મહુથી ૫૦ માઈલ દૂર અમીઝરા ગામમાં આવેલું શ્રી પાર્શ્વનાથ ભગવાનનું મંદિર તીર્થસ્વરૂપ છે. આ અગાઉ અહીં રાઠેડોનું રાજ્ય હતું, ત્યારે એ કુંદનપુર, નામે ઓળખાતું હતું. પરંતુ અહીંના રાજાએ અંગ્રેજો સામે માથું ઉચક્તાં અંગ્રેજોએ તેને બેહાલ બનાવી મૂકયું હતું, પછી સિંધિયા નરેશના કબજામાં આવતાં ફરી આબાદ થયું અને કબાતી શહેર બન્યું. તે શ્રી અમીઝરા પાર્શ્વનાથના ભવ્ય મંદિર પરથી અમીઝરા તરીકે ઓળખાવા લાગ્યું. તેની આસપાસને જિલ્લે પણ અમીઝરા જીલ્લા તરીકે જ ઓળખાય છે.
* શ્રી અમીઝરા પાર્શ્વનાથનું મંદિર ઘણું ભવ્ય છે અને તે શહેરના મધ્ય ભાગમાં આવેલું છે. તેમાં મૂળનાયક શ્રી પાર્શ્વનાથ ભગવાનની ત્રણ હાથ મટી શ્વેત મૂર્તિ બિરાજમાન છે. આ મૂર્તિ પરથી એક વાર લાગલગાટ ત્રણ દિવસ સુધી અમી ઝર્યું હતું, તેથી તે અમીઝરા પાર્શ્વનાથ તરીકે વિખ્યાત થયેલી છે.
' : ' . કાવી પાસે ગંધારમાં, અમદાવાદ પાસે સાણંદમાં, તથા