________________
શ્રી પાર્શ્વનાથ ભગવાનનાં મુખ્ય તીર્થા
[ ૪ ] શ્રી અવંતિ પાર્શ્વનાથ
૩૦૧.
મધ્ય પ્રદેશના ઉજ્જૈન શહેરમાં શ્રી અવંતિ પાર્શ્વનાથનું ભવ્ય મંદિર આવેલુ છે. તેમાં શ્રી અવ ંતિ પાર્શ્વનાથની અતિ પ્રાચીન મૂર્તિ વિરાજે છે, તેથી તેની ગણના તીમાં થાય છે.
શ્રી અવંતિ સુકુમાલે શ્રી આર્ય સુહસ્તિ મહારાજ પાસે દીક્ષા લીધા પછી તરત જ અનશનની રજા માગી અને કચેરીના વનમાં જઈ અનશન શરૂ કર્યુ તથા પેાતે કાચાત્સર્ગાવસ્થાએ ઊભા રહ્યા. એ વખતે તેમના પગમાં કથેરીના કાંટો વાગવાથી લેાહી નીકળ્યું હતું, તેની વાસથી એક શિયાળણુ પાતાના અચ્ચાં સાથે ત્યાં આવી પહોંચી. તેણે મુનિવરના શરીરને કરડવા માંડયું, છતાં તેએ ધ્યાનથી ચન્યા નહિ. એમ કરતાં તેમનું આખું શરીર પેલી શિયાળણુ તથા તેનાં બચ્ચાંઓ ખાઈ ગયાં. આ સ્થળે તેમની સ્મૃતિમાં એક ભવ્ય મદ્ઘિર બ ંધાયું હતુ અને તેમાં શ્રી પાર્શ્વનાથ ભગવાનની સ્મૃતિ પ્રતિષ્ઠિત કરવામાં આવી હતી, તે શ્રી અવંતિ પાર્શ્વનાથના નામે વિખ્યાત થઈ હતી. કાલાંતરે એ સ્થાન અન્ય લોકોના હાથમાં ગયું અને ત્યાં મહાદેવની પિંડીકા બેસાડવામાં આવી. પરંતુ શ્રી સિદ્ધસેનદિવાકર સૂરિજીએ કલ્યાણમ ક્રિરસ્તાત્રની રચના કરતાં અગિયારમા શ્ર્લાકે મહાદેવની એ પિ’ડીકા ફાટી અને તેમાંથી ધરણેન્દ્રસહિત શ્રી અવતિ પાર્શ્વનાથની મૂર્તિ પ્રગટ થઈ. આથી તેના મહિમા ચારે બાજુ વિસ્તયે.