________________
૨૮૬
ઉવસગ્ગહર સ્તાવ
સંયુક્ત એવી વિષધર વિદ્યાના જે કોઈ શુદ્ધ મને જાપ કરે છે, તે ઇચ્છિત સુખને પામે છે. નીચેના મંત્ર એ પ્રકારના છે : ૐ થ્રી શ્રી ફાલ્ક્ય યાદા ।।’
એકવીશમી ગાથાના અથ
જેમને શ્રી ધરણેદ્ર નમેલા છે તથા જેમના ચરણકમળ પદ્માવતી આદિ અન્ય દેવીઓએ વિશેષ પ્રકારે સેવેલા છે, તે જગતના નાથ શ્રી પાર્શ્વનાથ પ્રભુ ૐ હ્રી” હી એ મત્રજપ વડે મહાસિદ્ધિ આપે છે.
છવ્વીસમી ગાથાના અથ
આ પાઠ એક ગાથા તરીકે ખેલાય છે, પણ વાસ્તવમાં એ કલિકડ પાર્શ્વનાથના મત્ર છે.
શ્રી પાર્શ્વનાથ પ્રભુનાં વિવિધ નામેા અસ્તિત્વમાં આવેલાં છે. શ્રી કલિકુંડ પાર્શ્વનાથ એ તેમાંનું જ એક નામ છે. તેના સંબંધ અમે ખીજા પ્રકરણમાં શ્રી પાર્શ્વનાથ પ્રભુના સક્ષિપ્ત ચરિત્રમાં દર્શાવેલા છે.
દક્ષિણ દેશમાં ટ્વિગમ્બર સંપ્રદાયમાં શ્રી કલિકુંડ પાર્શ્વનાથની આરાધના વિશેષ પ્રમાણમાં થાય છે. તેનાં ખાસ વિધાના ‘ વિદ્યાનુશાસન' આદિ ગ્રંથામાં દર્શાવેલાં છે. એકવીશમી ગાથા પછીના પાઠ અન્ય રીતે પણ બાલાય છે, તે મોટા કૌસમાં દર્શાવેલા છે.