________________
[ ૨૭ ] ઉપસંહાર
શ્રી પાર્શ્વનાથ પ્રભુના મન્ત્રા, યંત્રો અને સ્તોત્રો ઘણા છે. એક મહાવિદ્વાન્ જીવનભર અભ્યાસ કરે તે પણ એ સામગ્રી ખૂટે એમ નથી, એટલે સામાન્ય મનુષ્યનું તે એમાં ગજું જ શું ? આ સયાગામાં આપણે ઉવસગ્ગહરં સ્તોત્રને એક મહાપ્રાભાવિક સ્તેાત્ર માની તેનું નિત્ય-નિયમિત સ્મરણુ કરીએ, એ જ હિતાવહ છે.
જો આ સ્તેાત્ર શ્રી પાર્શ્વનાથ પ્રભુની પ્રતિમા કે છષ્મીની સામે ગણાય તે શીઘ્ર ફળ આપે છે, પરંતુ એ રીતે ગણુના કરતાં પહેલાં શ્રી પાર્શ્વનાથ પ્રભુની વાસક્ષેપ તથા શ્વેત પુષ્પવડે પૂજા કરવી અને આપણી ડાબી બાજુએ દીપક અને જમણી બાજુએ ધૂપ રહે એ રીતે દીપ અને ધૂપની વ્યવસ્થા રાખવી. અહીં ધૂપથી સુગંધી અગરબત્તી સમજવી.
આ રીતે નિત્ય આ સ્તેાત્રની ૧૦૮ ગણના કરતાં વિપત્તિઓનાં વાદળ વિખરાઈ જાય છે, ધંધા-રોજગારમાં અરકત એટલે લાભ થાય છે અને લક્ષ્મી તથા કીતિ નિ— પ્રતિનિ વધતાં જાય છે. વળી તેનાથી મનને અદ્ભુત શાંતવન