________________
[ ૨૨ ]
નવ ગાથાનું તેાત્ર
ગત પ્રકરણેામાં ઉવસગ્ગહરં સ્તોત્રની દરેક ગાથાનું અવિવરણ કરવામાં આવ્યું છે, તેની સંકલનામાં રહેલા ભાવ પ્રકટ કરવામાં આવ્યા છે તથા તેની પ્રત્યેક ગાથા પરત્વે પ્રાચીન કાલથી જે યંત્રા તથા મા પ્રચલિત છે, તેની રજૂઆત પણ કરવામાં આવી છે. તે પરથી આ સ્તાત્ર કેટલ પ્રાભાવિક તથા કેટલું રહસ્યમય છે, તે સમજી શકાશે.
હવે આ સ્તેાત્રના વિશેષ ગાથાવાળા જે પાઠે પ્રચલિત છે અને જેવું આરાધકો પ્રતિનિ ભક્તિભાવથી સ્મરણ કરે છે, તેને પરિચય કરાવીશું; પરંતુ તે પહેલાં એટલી સ્પષ્ટતા જરૂરી છે કે આ ગાથાઓમાં પાઠભેદો ઘણા છે, તેના ક્રમમાં પણ ફેરફાર જોવામાં આવે છે અને તેમાં કેટલીક અશુદ્ધિ દાખલ થઈ ગયેલી છે. તેનુ હજી સુધી વિદ્વાનેાના હાથે જોઈ એ તેવુ સંશાધન થયું નથી, એટલે આ પરિસ્થિતિ પ્રવર્તે છે. પરંતુ તેમાં શકત્ર એટલું શેાધન કરવાના તથા તેની અ સંગતિ કરવાના અમે પ્રસ્તુત પ્રકરણેામાં પ્રયત્ન ક્યો છે.