________________
પ્રથમ ગાથાના ય અને માત્ર
૨૨૯ એટલે કે નાહી-ધોઈને પવિત્ર બનીને પૂર્વાભિમુખ કે ઉત્તરાભિમુખ બેસીને શુદ્ધ દ્રવ્યને ઉપગ કરવાપૂર્વક તેને સુવર્ણની અથવા દાડમઆદિની કલમે લખો. - ૨. સૌભાગ્યકર યંત્ર
યંત્રની મધ્યમાં ચંકાર લખવે અને તેની મધ્યમાં દેવદત્ત એટલે સાધકના નામાક્ષર લખવા. બાકીના યંત્રની રચના પ્રથમ યંત્ર પ્રમાણે જ કરવી, એટલે “સૌભાગ્યકર? નામને બીજે યંત્ર તૈયાર થાય છે.
આનો લેખનવિધિ વગેરે ઉપર પ્રમાણે જ સમજે. આ યંત્રનો વિશેષ ખ્યાલ તેના ચિત્ર પરથી આવી શકશે.
૩. લક્ષ્મીવૃદ્ધિકર યંત્ર મધ્યમાં માયાબીજ એટલે હી કાર લખો અને તેની મધ્યમાં દેવદત્ત એટલે સાધકના નામાક્ષર લખવા. તેની બહારના ચારે દલમાં વર્ષનાથ શબ્દને એક એક અક્ષર લખવે અને પાંખડીઓની આગળના ભાગમાં દુર દુર એ અક્ષરે પ્રથમ યંત્ર મુજબ લખવા.
પછી તેના કરતા વલયાકારમાં દા વગેરે બાર અક્ષરો લખવા અને તેની ઉપર વલયાકારમાં થી શરૂ કરીને ક્ષકાર સુધીના માતૃકાક્ષરે લખવા અને હી કારના ત્રણ આંટાથી વેલ્ટન કરવું, એટલે “લક્ષ્મીવૃદ્ધિકર” નામને ત્રીજો યંત્ર તૈયાર થાય છે. તેને લેખનવિધિ વગેરે પ્રથમ યંત્ર મુજબ જાણ.
આ યંત્રને વિશેષ ખ્યાલ તેના ચિત્ર પરથી આવી શકશે.