________________
૨૨૪
ઉવસગ્ગહરે તેત્ર માઠી અસર, રેગોનું આક્રમણ તથા ભૂતપ્રેતાદિ વડે થતી બાધા શાંત થઈ જાય છે. તાત્પર્ય કે આ ગાથામાં ભગવાનને નામમંત્ર કે પ્રભાવશાળી છે, તે દર્શાવેલું છે.
સ્તોત્રની ત્રીજી ગાથામાં શ્રી પાર્શ્વનાથ ભગવાનને પ્રણામનું માહાતમ્ય પ્રકાર્યું છે. તે પરથી એમ સમજવાનું છે કે શ્રી પાર્શ્વનાથ ભગવાનને મંત્રજપ કરવામાં આવે તે ઘણે લાભ થાય છે, પણ એ મંત્ર આવડત ન હોય કે તેનું વિધિસર અનુષ્ઠાન થઈ શકતું ન હોય તે તેમને અત્યંત ભાવથી પ્રણામ કરવા. તેનાથી પણ આપણાં સર્વ દુઃખોને અંત આવે છે અને દુર્ગતિથી બચી શકાય છે. એટલે ઉપાસકોએ પ્રાતઃકાલમાં જાગૃત થઈને પંચપરમેષ્ઠિનું સ્મરણ કર્યા બાદ તરત જ શ્રી પાર્શ્વનાથ પ્રભુનું સ્મરણ કરવું અને તેમની છબી વગેરેને ભક્તિભાવથી પ્રણામ કરવા. ઘણું પુણ્યશાળીઓ તે માટે પિતાના ઓરડાઓમાં શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ, શ્રી અંતરીક્ષજી પાર્શ્વનાથ, આદિની છબીઓ રાખે છે અને તેમને પ્રાતઃકાલમાં તથા જ્યારે પણ અનુકૂળતા મળે ત્યારે પ્રણામ કરતા રહે છે. તેનાથી તેમને ઘણું લાભ થાય છે.
આ સ્તોત્રની ચેથી ગાથામાં પ્રભુમાદિ વડે પ્રાપ્ત થતાં સમ્યક્ત્વને મહિમા દર્શાવ્યો છે. તેમાં સ્પષ્ટ કહ્યું છે કે આ જગતમાં ચિંતામણિરત્ન અને કલ્પવૃક્ષની બોલબાલા થાય છે, પણ શ્રી પાર્શ્વનાથ ભગવાનનું સમ્યક્ત્વ તેના કરતાં અનેકગણું અધિક ફળદાયી છે, કારણ કે તેને વડે સંસારના સર્વ ઉત્તમ પદાર્થો ઉપરાંત જન્માંતરમાં અજરામરપાડ્યું એટલે કે મેક્ષસુખ મેળવી શકાય છે.