________________
તેત્રરચના અંગે વિશિષ્ટ વિચારણા
૨૨૫ આ સ્તંત્રની પાંચમી ગાથામાં પ્રાર્થના કરવામાં આવી છે. તેમાં જણાવ્યું છે કે હે પ્રભે! મેં આપને અત્યંત ભક્તિથી આ પ્રકારે સ્તવ્યા છે, તેને ફળરૂપે મને ભવભવમાં તમારું બોધિબીજ આપે. અહીં એટલી સ્પષ્ટતા ઉચિત છે કે શ્રી તીર્થંકરદેવના વચનમાં અનન્ય શ્રદ્ધા રાખીને વર્તનારને લાંબે સમય ભવભ્રમણ કરવું પડતું નથી, આમ છતાં જે છેડા ભ લેવા પડે, તે દરેકમાં તેમના વિષે શ્રદ્ધા-ભક્તિઆદર-બહુમાનની ભાવના રહે, તે સંસારને છેદ જલ્દી થાય અને અક્ષય અનંત સુખની પ્રાપ્તિ કરી શકાય.
આ રીતે આ સ્તોત્ર ઘણા ગંભીર આશયવાળું છે, તેથી પુનઃ પુનઃ સ્મરવા યોગ્ય છે. જેમણે આ સ્તોત્રનું પુનઃ પુનઃ સ્મરણ કર્યું તે અનેકવિધ આફતોમાંથી ઉગરી ગયા અને અભીષ્ટની સિદ્ધિ કરી શક્યા, એ એક નકકર હકીકત છે.