________________
સ્તોત્રરચના અને વિશિષ્ટ વિચારણા
૨૨૩ નિઃશ્રેયસૂની પ્રાપ્તિ થાય છે, તેથી તેમને મંગલ અને કલ્યાણના આવાસ કહ્યા છે.
શ્રી પાર્શ્વનાથ ભગવાન તે ગુણના અક્ષય ભંડાર જેવા હતા અને એક મહાકવિ સહસ્ત્ર છ વડે જીવનભર તેમની સ્તુતિ કરે તે પણ તેને પાર આવે નહિ, પરંતુ અહીં પ્રસંગને અનુરૂપ તેમના ચાર મહાગુણોના નિર્દેશપૂર્વક તેમની સ્તુતિ કરવામાં આવી છે અને વંતિ પદ વડે તેમના પ્રત્યે શ્રદ્ધા-ભક્તિ-બહુમાન સૂચક નમસ્કાર કરવામાં આવ્યું છે.
અમારે અનુભવ એ છે કે નાભિમાંથી ઉતા સ્વર વડે ઉઘરાં પારં એ પદને ઉચ્ચાર કરતાં જ આપણું મન શાંત થવા લાગે છે અને પાચં વંરાઈમ પદો બોલતાં જ શ્રી પાર્શ્વનાથ ભગવાનનું સપ્તફણયુક્ત અતિ સુંદર સ્વરૂપ આપણું મન:પ્રદેશ પર અંકિત થાય છે અને તેમને અંતચક્ષુઓથી નિહાળતાં પરમ પ્રસન્નતા અનુભવાય છે.
આ રીતે પ્રથમ પદોની ભાવના કરતાં શ્રી પાર્શ્વનાથ ભગવાનનું જે ચિત્ર આપણું મનમાં અંકિત થાય છે, તેની સામે દષ્ટિ રાખીને જ બાકીના તેત્રપદ ધીમે ધીમે બોલીએ તે અલૌકિક અનુભવ થાય છે.
પ્રિયંકરનૃપકથામાં કહેવાયું છે કે આ આખું યે તેત્ર ચમત્કારિક છે, પરંતુ તેની પ્રથમ ગાથા વિશેષ ચમત્કારિક છે, તે અનુભવે સત્ય જણાય છે.
તેત્રની બીજી ગાથામાં વિષધરસ્ફલિંગમંત્રને ઉલ્લેખ કરવામાં આવ્યું છે કે જેને વિધિસર જાપ કરવાથી ગ્રહોની