________________
જમ્યા. ત્યાર પછીના ચોથા આરાના અબજો વરસના કાળમાં બાવીશ. તીર્થંકરો થયા અને ચોથે આરે ૩૫૩ વરસ અને સાડાઆઠ મહિના જેટલે બાકી રહ્યો, ત્યારે ભગવાન શ્રી પાર્શ્વનો આત્મા દેવલોકમાંથી મૃત્યુ પામીને કાશી નગરીમાં અશ્વસેન રાજાની રાણી શ્રી રામાદેવીની રત્નકણિમાં ગર્ભપણે અવતર્યો. નવ મહિના અને છ દિવસનો ગર્ભાવધિ પૂર્ણ થતાં શાસ્ત્રીય રીતના મહિના મુજબ પોષવદિ દસમે, અને ગુજરાતી મહિના મુજબ માગસર વદિ દસમે વિશાખા નક્ષત્રમાં ચન્દ્રમાનો વેગ થશે ત્યારે મધ્યરાત્રિને વિષે જન્મ લીધે. યોગ્ય વયે પ્રભાવતી નામની રાજકન્યા સાથે પાણિગ્રહણ કર્યું, પૂરાં ત્રીશ વર્ષ સંસારમાં રહી બીજા જ દિવસે એટલે પોષવદિ ૧૧ (ભાગસર વદિ ૧૧) ના રોજ ત્રીસ વરસની ઉમરે ચારિત્ર લીધું. ચારિત્ર લીધા બાદ અતિ ઉત્તમ ચારિત્ર પાળતાં ૮૩ દિવસ પસાર થયા, ત્યાં તો કેવળજ્ઞાન પ્રાપ્ત કર્યું, અને ત્યાર પછી ૬૯ વરસ ર૭૭ દિવસ પૂરા થયા, ત્યારે તેઓ પૃથ્વી પર વિચરીને લાખો જીવોને સન્માર્ગે ચઢાવીને બિહારમાં સમેતશિખર પર્વત ઉપર એક મહિનાને અન્ન-જલ વિનાના ઉપવાસ કરી, સકલ કર્મનો ક્ષય કરી, પૂરા ૧૦૦ વરસની વયે, પરિ નિર્વાણ પામ્યા; એટલે કે જન્મ–જરા-મરણનાં બંધનોથી સદાયને માટે મુક્ત બન્યા. અથાંત એમના સંસારને અન્ત થયો. આ થઈ ટૂંકી તવારીખ. ૧. પ્રાચીન કાળમાં મહિના પૂનમિયા ગણાતા હતા, એટલે મહિનો
પૂનમે પૂરો થાય અને બીજા દિવસથી આગળનો મહિનો શરૂ થાય. અને નવા મહિનાનો પહેલે પક્ષ વદિનો હોય ને બીજે સદિન હોય. એટલે માગસર સુદિ પૂનમે શાસ્ત્રીય મર્યાદાનુસાર ભાગસર પૂરો થયો, અને પડવાથી પણ શરૂ થયો. અને વદિથી શરૂ થાય એટલે પોષવદિ દશમ જન્મતિથિ આવે. અત્યારના હિસાબે
માગસર વદિ લેવાય. ભારવાડમાં હજુ પૂનમિયા મહિના ચાલે છે. ૨. તીર્થકરનો જન્મ મધ્યરાત્રિએ જ થાય છે.