________________
ર૭
અહીં આપણને આ ભગવાન આપણાથી કેટલા વરસ ઉપર થયા હતા ? એ જાણવામાં વધુ રસ હોય, તે જણાવવાનું કે પશ્ચાતુપૂવીથી ગણીએ તો આજની ૨૦૨૫ ની સાલના હિસાબે ૨૮૪૫ વર્ષ ઉપર પાર્શ્વનાથ પ્રભુનો જન્મ થયો હતો. પાર્શ્વનાથ અને મહાવીર વચ્ચેની સમયગણના : તે ભગવાન પાર્શ્વનાથના નિર્વાણ પછી, ૧૭૮ વરસે શ્રાવધમાનસ્વામી (મહાવીર દેવ) નો જન્મ થયો અને તેઓશ્રી ૭૨ વર્ષનું આયુષ્ય પૂર્ણ કરી મુક્તિપદને વર્યા, એટલે બંનેને નિર્વાણુ વચ્ચેનું અંતર ૨૫૦૦ વરસનું છે. અને બંનેના જન્મ વચ્ચેનું અંતર ૨૭૮ વરસનું છે. પાર્શ્વનાથજીનું શાસન ક્યાં સુધી ચાલ્યું ? તે અંગે ઐતિહાસિક વિચારણા :
શ્રી પાર્શ્વનાથજીના નિર્વાણ પછી, રર૦ વર્ષ પૂરા થતાં શ્રમણભગવાન મહાવીરનું શાસનપ્રવર્તન શરૂ થયું. અને એમનું શાસન તે ૨૧ હજાર વર્ષ સુધી એટલે છ આરા–યુગના અંત સુધી ચાલશે. ત્યારે આપણને એ જિજ્ઞાસા સ્વાભાવિક રીતે થાય કે પાર્શ્વનાથ ભગવાનનું શાસનપ્રવર્તન કયાં સુધી ચાલ્યું કે ચાલશે ? ૧. વિક્રમ સંવત પૂવે ૮૨૦ વર્ષે. ૨. ત્તેિ શ્રી પાર્શ્વનિર્વાણા, સાદ્ધવર્ધત્તે –આ કથનથી અહિંઆ
જરા વિચારવા જેવી બાબત એ છે કે આપણું સમીપ પાર્શ્વનાથ અને મહાવીર વચ્ચે, નેમિનાથ અને પાર્શ્વનાથ વચ્ચેનું અંતરકાલમાન ક્રમશઃ ૨૫૦, અને પછી લગભગ ૮૪ હજાર વર્ષનું શાસ્ત્રમાં લખ્યું છે, એટલે સેંકડોમાં અને હજારમાં નોંધ્યું છે.
જ્યારે નેમિનાથથી આગળ જોઈએ તો અંતરની સંખ્યા સીધી છ લાખ, ને પછી, ઉત્તરોત્તર ભારે ઝડપે વધતી જાય છે. એ સમજવા જેવી બાબત છે.