________________
અસંખ્ય વરના કાળને એક પલ્યોપમ કહે છે. આવા અસંખ્યાતા પલ્યોપમના કાળને એક સાગરોપમને કાળ કહેવાય છે. આવા દશ કડાકડી સાગરોપમ જેટલા કાળને એક સર્વિળી, અને એટલા જ માનવાળા કાળને વળી, એવું રૂઢ નામ આપ્યું છે. અને ઉત્સર્પિણી અને અવસર્પિણું બંનેના સમુદિત–ભેગા કાળને માટે એક માત્ર આવું નામકરણ કરવામાં આવ્યું છે. આવા અનંતાં કાળચક્રે વીતી ગયાં છે અને વીતશે.
અહિં ઉત્સર્પિણું અને અવસર્પિણી બંને કાલને છ છ ભાગે વહેંચી નાંખવામાં આવ્યો છે. શાસ્ત્રોક્ત શબ્દોમાં આ ભાગને સારા શબ્દથી ઓળખાવાય છે. તેના પર્યાય તરીકે પ્રચલિત ભાષામાં “યુગ” શબ્દ યોજી શકાય. ઉત્સર્પિણું એટલે બધી રીતે ઉત્તરોત્તર ઉન્નતિ દર્શાવતો કાળ અને અવસર્પિણી એટલે ઉત્તરોત્તર અવનતિ દર્શાવતો કાળ.
આરોહ જેવા ઉત્સર્પિણ અને અવરોહ જેવા અવસર્પિણી કાળમાં, યથાયોગ્ય કાળે વિવિધ તીર્થકરે–પરમાત્માઓ જન્મે છે. તેમની સંખ્યા પ્રત્યેક ઉત્સર્પિણીમાં ૨૪ અને પ્રત્યેક અવસર્પિણીમાં પણ ૨૪ જ હોય છે. ન્યૂનાધિક સંખ્યા હોતી જ નથી. એ ચોવીશે
વ્યકિતઓ એક જ વ્યક્તિને જન્માન્તર કે અવતારરૂપે હોતી નથી. પ્રત્યેક આત્મા અલગ અલગ હોય છે. જૈન ધર્મમાં ઈશ્વરપદ એક જ
વ્યક્તિ માટે રજીસ્ટર્ડ નથી. ઈશ્વર થવાને હક્ક સહુને આપવામાં આવ્યો છે. આ ધર્મની આ તર્કબદ્ધ ઉદાત્ત અને ઉદાર માન્યતા છે.
અત્યારે જે અવસર્પિણી કાળ ચાલી રહ્યો છે, એને પ્રારંભ અબજો વરસ ઉપર થયો હતો. આ કાળના છ આરા-યુગ પૈકી સાત કડાકડિ સાગરોપમના બે આરા પસાર થયા, પછી પાછા બે કડા કેડિ સાગરોપમ કાળ પ્રમાણને ત્રીજો યુગ ઘણોખરે પસાર થયે, ત્યારે આ યુગના પહેલા તીર્થકર ભગવાન ઋષભદેવ (આદીશ્વર)