________________
૧૭૪
ઉવસગ્રહર સ્તોત્ર આજે ઉવસગ્ગહરને ગણનારા એ બધી ગાથાઓને ખૂબ જ શ્રદ્ધાથી ગણે છે અને તેને પ્રભાવ પણ અનુભવે છે, એટલે અમે પ્રથમ આ ગ્રંથમાં પાંચ ગાથાનું અર્થવિવરણ કરીશું, તેના મંત્ર-યંત્રે દર્શાવીશું અને ત્યાર બાદ વિશેષ ગાથાવાળા પાઠના અર્થ–ભાવ-રહસ્ય પર બનતે પ્રકાશ પાડીશું.
આ પ્રકરણ સમાપ્ત કરતાં પહેલાં એ પણ જણાવી દઈએ કે ચૈત્યવંદન આદિમાં બેલાતી સ્તુતિએ માત્ર એક શ્લેક કે એક ગાથાની જ હોય છે અને સ્તવન કે રસ્તોત્ર ઓછામાં ઓછા પાંચ લેક કે પાંચ ગાથાના હોય છે. એ રીતે પાંચ ગાથાવાળી આ પદ્યાત્મક કૃતિ સ્તવન કે સ્તોત્રની સંજ્ઞાને પાત્ર ઠરે છે.
સ્તવન અને તેત્ર સામાન્ય રીતે એક સરખા ગણવા છતાં તેમાં પણ કેટલેક તફાવત હોય છે. સ્તવનમાં પ્રભુને નમસ્કાર, તેમના ગુણોનું વર્ણન અને પ્રાર્થના હોય છે, ત્યારે તેત્રમાં તે ત્રણેય વસ્તુ ઉપરાંત માંત્રિક ચમત્કાર પણ હેય છે. એ દૃષ્ટિએ શ્રીભદ્રબાહુ સ્વામીની આ કૃતિ સ્તવન કરતાં તેત્ર તરીકે વધારે જાણીતી છે.