________________
[ ૧૨ ]
પહેલી ગાથાનુ' અવિવરણ
ઉવસગ્ગહરં સ્તાત્ર નિત્ય નિયમિત શ્રદ્ધાપૂર્વક સ્મરવા ચૈાગ્ય છે, તેમ વારવાર ચિંતવવા ચાગ્ય પણ છે; પરંતુ એ ચિંતન તેના અર્થ સમજ્યા વિના યથા પણે થઈ શકે નહિ, તેથી તેનું અર્થ –વિવરણ જરૂરી છે.
અર્થ એ જ્ઞાનના પ્રકાશ છે તથા ભાવમંદિરમાં પ્રવેશ કરવાનું મંગળ દ્વાર છે, એ કહેવાની જરૂર છે ખરી ? જૈનપરપરામાં તે સૂત્રની સાથે તેના અર્થ શિખવવાની ખાસ પ્રણાલિકા છે અને તે ખંનેની શુદ્ધિને જ્ઞાનાચારનુ એક વિશિષ્ટ અંગ માનવામાં આવ્યું છે.
કોઈ પણ મંત્રની સિદ્ધિ અર્થે તેના જપ કરવામાં આવે છે, તેમ તેની અંભાવના પણ કરવામાં આવે છે, એ રીતે પણ આ મંત્રમય સ્તોત્રના અર્થનું જ્ઞાન આપણે સંપાદન કરવું જોઈએ અને તેના પર વારંવાર શાંત ચિત્ત ચિંતનમનન કરવું જોઈએ,