________________
ઉવસગ્ગહર તેાત્ર
(૫) શ્રીપૂર્ણ ચન્દ્રાચાય કૃત લઘુરૃત્તિ આવૃત્તિ સને ૧૯૨૧માં શારદાવિજયમુદ્રણાલય– ભાવનગર તરફથી પ્રતાકારે પ્રકટ થઈ છે અને સને ૧૯૩૨માં શ્રીસારાભાઈ નવાબ તરફથી જૈનસ્તત્ર સદાહના પ્રથમ ભાગમાં પ્રકટ થઈ છે, પણ ત્યાં તેને શ્રીચન્દ્રાચાર્ય કૃત જણાવેલ છે. આ વૃત્તિની એક લઘુપાથી ભાંડારકર ઇન્સ્ટીટયુટમાં સુરક્ષિત છે, તેમાં આ વૃત્તિના કર્તા તરીકે શ્રીપૂર્ણ ચન્દ્રાચાર્યનું નામ જણાવેલ છે, એટલે તે શ્રીપૂર્ણ ચન્દ્રાચાર્ય કૃત જ સંભવે છે.
દ્વિજપા દેવગણિ કે જેએ આચાર્યપદે આરૂઢ થયા પછી શ્રીચન્દ્રાચાર્યના નામથી વિખ્યાત થયા હતા, તે તે આ વૃત્તિના કર્તા સંભવતા નથી, કારણ કે તેમણે આ સ્તોત્ર પર એક લઘુવૃત્તિ રચેલી છે કે જેના ઉલ્લેખ ક્રમાંક ૩માં કરવામાં આવ્યા છે.
૫. બેચરદાસ દોશીએ ભાવનગરથી પ્રકાશિત થયેલી આ વૃત્તિની પ્રસ્તાવનામાં એમ જણાવ્યુ` છે કે એક પૂર્ણ ચંદ્રસૂરિએ ‘ વિક્રમપ’ચફ્રેંડ ' નામના પ્રબંધ સ્થેા છે, કદાચ તે અને આ વૃત્તિકાર એક જ હેાય એ સંભવિત જેવુ' છે. પણ ‘ વિક્રમપચક્ર ડરાસ ' શ્રી જિનહરે રચ્યા છે અને વિક્રમ ચરિત્રપંચ ડકથા ’શ્રીમાલદેવે રચેલી છે.૧ એટલે તેમના આ ઉલ્લેખમાં જોઈ એ તેવી સંગતિ નથી. અમને એમ લાગે છે કે શ્રીમન્નાગપુરીય બૃહત્તપાગચ્છમાં થયેલ શ્રીપૂર્ણ ચન્દ્ર૧. જીએ જૈન સાહિત્યના સંક્ષિપ્ત ઈતિહાસ પૃ. ૫૯
તથા ૦૯.