________________
ઉવસગ્ગહરે તેત્ર પર રચાયેલું સાહિત્ય ૧૬૫ પણ શક્યતા છે. ચૌદમા-પંદરમાં સકામાં દિગમ્બર સંપ્રદાયમાં મંત્રસંગ્રહને એક ગ્રંથ તૈયાર થયે હતો, જે આર્ષવિદ્યાનુશાસન કે વિદ્યાનુશાસનના નામથી ઓળખાતો હતો. તે જ શ્વેતામ્બર સંપ્રદાયને આ ગ્રંથ કેમ ન હોય? વિશેષ તો વિદ્વાનોએ નિર્ણય કરે ઘટે છે.
(૩) દ્વિજપાર્થ દેવગણિકૃત લgવૃત્તિ
વિકમની બારમી સદીમાં થઈ ગયેલા શ્રી ધનેશ્વરસૂરિના શિષ્ય દ્વિજપાર્શ્વદેવગણિ કે જેમણે સંગીતરત્નાકર, હસ્તકાંડ, ન્યાયપંજિકા વગેરે અનેક ગ્રંથ રચેલા છે અને જે આચાર્ય પદ પર આરૂઢ થયા પછી શ્રીચંદ્રાચાર્ય કે ચંદ્રસૂરિના નામે ઓળખાયેલા છે, તેમણે ઉવસગ્રહર સ્તોત્ર પર લઘુવૃત્તિ રચેલી છે, તે જૈનસ્તોત્ર સંદેહના બીજા ભાગમાં છપાયેલી છે અને મહાપ્રાભાવિક નવસ્મરણમાં તેના મંત્રાગ્ના ગુજરાતી અનુવાદમાં અપાયેલા છે. આ આચાર્યવરે પદ્માવત્યષ્ટક પર પણ એક વૃત્તિ રચ્યાની નોંધ પ્રાપ્ત થાય છે.
(૪) શ્રીજિનપ્રભસૂરિકૃત અર્થકલ્પલતા - આ વૃતિ શ્રીજિનપ્રભસૂરિજીએ સાકેતપુર એટલે અ
ધ્યામાં રહીને સં. ૧૩૬પમાં ૨૭૦ શ્લેકપ્રમાણુ બનાવેલી છે અને તે દેવચંદ લાલભાઈ જૈન પુસ્તકદ્ધારક ફંડ–સુરત તરફથી સને ૧૯૩૩માં પ્રકાશિત કરાયેલ “અનેકાર્થ રત્નમંજાષા”ના અંત ભાગમાં છપાયેલી છે. અહીં ક્રમાંક ૭ અને ૮ વાળી વૃત્તિઓ પણ સાથે સાથે જ છાપવામાં આવી છે.