________________
૧૬૪
ઉવસગ્ગહર સ્તોત્ર ભંડારમાં રહેલી પ્રતિઓની વર્ગીકૃત નેધ કરવામાં આવી છે, તેમાં બ્રહવૃત્તિને ઉલ્લેખ નથી, એટલે હાલ કઈ જૈન ભંડારમાં તેની પ્રતિ વિદ્યમાન હોય એમ લાગતું નથી. આમ છતાં કોઈની પાસે આ બ્રહવૃત્તિની પ્રતિ જળવાઈ રહેલી હોય, તો તેને પ્રસિદ્ધિ આપવી ઘટે. તેનાથી ઉવસગ્ગહરં સ્તોત્રનું રહસ્ય જાણવામાં ઘણું સહાય મળશે.
(૨) વિદ્યાવાદ શ્રી પૂર્ણચન્દ્રાચાર્યે રચેલી લઘુવૃત્તિના અંતમાં એમ જણાવ્યું છે કે
उपसर्गहरस्तोत्रं विवृत्तं, संक्षेपतो गुरुमुखेन । विज्ञाय किमपि तत्त्वं, विद्यावादाभिधग्रन्थात् ॥
“ગુરુમુખેથી તેમજ વિદ્યાવાદ નામના ગ્રંથમાંથી કંક તત્વ જાણુંને મેં ઉપસર્ગહરસ્તોત્રનું સંક્ષેપમાં વિવરણ કર્યું છે.”
એટલે વિદ્યાવાદ નામના ગ્રંથમાં ઉપસિગ્ગહરં સ્તોત્ર પર વિશેષ વિવેચન કરાયેલું હશે, એ નિશ્ચિત છે.
નવાબવાળી વૃત્તિમાં વિદ્યાવામિન્યાની જગાએ વિદ્યાવામિથાત એ પાઠ છપાયેલો છે, પણ તે શુદ્ધ નથી, કારણ કે એમ કરતાં અનુટુપના ચરણમાં નવા અક્ષર આવી જાય છે અને “પાંચમે લઘુ તથા છો ગુરુ જોઈએ” એ નિયમને પણ ભંગ થાય છે. એટલે અહીં વિદ્યાવા શબ્દ જ એગ્ય લાગે છે. - વિદ્યાવાદ કે મંત્રસંગ્રહને ગ્રંથ હોય અને તેની અંતર્ગત ઉવસગહરં પર પણ વિવેચન થયેલું હોય તેવી