________________
[ ૧૦ ] ઉવસગ્ગહર' સ્વેત્ર પર રચાયેલું સાહિત્ય
ઉવસગ્ગહર સ્તેાત્રના અર્થ –ભાવ-રહસ્યનું પ્રકાશન કરવા માટે તેના પર કેટલીક સંસ્કૃત ટીકા રચાયેલી છે તથા બીજું પણ સાહિત્ય નિર્માણ થયેલું છે. તેના પાઠકોને કૈંક પરિચય મળે, તે હેતુથી અહીં તેની નોંધ કરીએ છીએ. (૧) બૃહવૃત્તિ
ઉવસગ્ગહરં સ્તેાત્ર પર શ્રી જિનપ્રભસૂરિજીએ રચેલી અંકલ્પલતા નામની વૃત્તિમાં, શ્રી પૂર્ણચન્દ્રાચાયે રચેલી લઘુવૃત્તિમાં, તેમજ શ્રી સિદ્ધિચંદ્ર ગણિવરે રચેલી વ્યાખ્યામાં અવૃત્તિના ઉલ્લેખ આવે છે, એટલે આ સ્તોત્ર પર એક અવૃત્તિ રચાયેલી હશે, એ નિશ્ચિત છે; પરંતુ તે કાણે રચી અને ક્યારે રચી ? તે જાણવાનું આપણી પાસે સાધન નથી, પરંતુ અ કલ્પલતાના ઉલ્લેખ પરથી તે વિક્રમની ચૌદમી સદી પહેલાં તો રચાયેલી જ હશે, એ નિશ્ચિત છે.
જિનરત્નકોષ કે જે પૂનાના ભાંડારકર રિસર્ચ ઈન્સ્ટી યુટ તરફથી પ્રકટ થયેલા છે અને જેમાં વર્તમાન જૈતુ