________________
૧૬ર
ઉવસગહરે તેત્ર યંત્ર લખતી વખતે ધૂપ-દીપ અવશ્ય રાખવા જોઈએ. સહુથી મોટી અને છેલ્લી વાત એ છે કે એ યંત્ર લખતી એ વખતે અંતરમાં શ્રદ્ધાનું બલ પૂરેપૂરું ભરેલું હોવું જોઈએ. - યંત્ર લખ્યા પછી જે તેને હાથે બાંધવાનું હોય તો ત્રાંબા, રૂપા કે સુવર્ણના માદળિયામાં મૂકી તેનું મુખ બંધ કરવું જોઈએ અને જરૂર પ્રમાણે તેમાં ઊનના લાલ, પીળા કે કાળા રંગને ઉપયોગ કરે જોઈએ.
યંત્રને ધૂપ આપીને ત્રણ નમસ્કારમંત્ર ગણ્યા પછી એ યંત્ર હાથે બાંધવો જોઈએ.
યંત્રનું આ સ્વરૂપ જાણીને યોગ્ય વિધિથી તેને આદર કરનાર પિતાની મનઃકામના પૂરી કરી શકે છે અને બીજા પર ઉપકાર કરવાને પણ સમર્થ થાય છે.