________________
. યંત્રનો મહિમા
: ૧૬t વસ્તુના મિશ્રણને પંચગંધ કહેવામાં આવે છે, તેને પણ ગુલાબજળથી ઘૂંટીને લખી શકાય તે રસ બનાવી લેવું જોઈએ.
આ દ્રવ્યના અભાવમાં શાહી પણ વાપરી શકાય છે. જે તે સૂકવીને રાખી હોય તે તેમાં પણ ગુલાબજળને ઉમેરી પ્રવાહી કરી લેવી જોઈએ. | યંત્ર કઈ કલમે લખે તેનું પણ ખાસ વિધાન હોય છે. જ્યાં તેનું ખાસ વિધાન ન હોય ત્યાં સુવર્ણની કલમ, દાડમની કલમ વગેરે વાપરી શકાય. લોખંડની સ્ટીલ આ કાર્ય માટે ઉપયોગમાં લેવી નહિ.
યંત્ર લખતી વખતે મુખ કઈ દિશામાં રાખવું ? તેનું પણ વિધાન હોય છે. જ્યાં તેવું વિધાન ન હોય ત્યાં પૂર્વ કે ઉત્તર દિશા તરફ મુખ રાખીને બેસવું જોઈએ. તેમાં સુખ-સંપત્તિના હેતુથી યંત્ર લખાતો હોય તો પૂર્વ દિશાભણે મુખ રાખવું જોઈએ અને કષ્ટનિવારણના હેતુથી યંત્ર લખાતો હોય તો ઉત્તર દિશાભણ મુખ રાખીને બેસવું જોઈએ.
યંત્ર લખવામાં ઘણી કાળજી રાખવાની જરૂર છે. જે મંત્રાક્ષ, શબ્દો કે અંકે જ્યાં લખવાના હોય, તે મંત્રાક્ષ કે અંકે બરાબર ત્યાં જ લખવા જોઈએ.
જે યંત્રમાં માત્ર અંકસંજન હોય છે, તેમાં યંત્ર લખવાની શરૂઆત નાના અંકથી કરવી જોઈએ અને પછી ક્રમશઃ અંકે લખતા જવું જોઈએ. સહુથી મોટો અંક છેલ્લે લખાવે જોઈએ. આને અર્થ એ છે કે યંત્રમાં પંક્તિબદ્ધ અંકે લખવાના નથી, પણ આ પ્રકારે વિવેક કરીને લખવાના છે. ૧૧