________________
૧૬o
ઉવસગ્ગહરે તેત્ર પણ કરી લેવું જોઈએ. પછી એક આસને બેસીને ચિત્તને સ્થિર કરવું જોઈએ અને થોડી વાર મૌન ધારણ કરવું જોઈએ. પછી સદ્ગુરુને નમસ્કાર કરી શાસનદેવની પ્રાર્થના. કરવી જોઈએ, જેથી ત્યાં ભૂત-પ્રેતાદિ હોય તે દૂર ભાગે અને કઈ પ્રકારનું વિશ્ન ઉપસ્થિત થાય નહિ, તેમજ મંત્રસિદ્ધિ સત્વર થાય.
યંત્ર લખવા માટે પાટિયું કે બાજઠ રાખવું જોઈએ. તે કદી ઘુંટણ પર રાખીને લખે ન જોઈએ, કારણ કે નાભિ નીચેનાં અંગો એ કાર્ય માટે અનુપયેગી મનાયેલાં છે.
યંત્ર જેના પર લખવાનું વિધાન હોય, તે જ વસ્તુ વાપરવી જોઈએ. સામાન્ય રીતે યંત્ર લખવા માટે ભેજપત્ર કે કાગળ વપરાય છે, તે બને તેટલા સારા એટલે ફાટ્યા-તૂટ્યા વિનાના વાપરવા જોઈએ અને યંત્ર લખવો હોય તેના કરતાં એક આંગળ વધારે મેટા હોવા જોઈએ. તાંત્રિક કર્મમાં અન્ય વસ્તુઓને ઉપયોગ થાય છે. ત્યાં તે વસ્તુ વાપરવાને. ખ્યાલ રાખવો જોઈએ.
અષ્ટગંધ કે પંચગંધથી લખાયેલા યંત્રે ઉત્તમ મનાય છે, એટલે તે દ્રવ્યો વાપરવા જોઈએ. અષ્ટગંધ અગર, તગર, ગોરેચન, કસ્તૂરી, ચંદન, સિંદૂર, લાલચંદન તથા કેશર એ. બધાને ખરલ કરવાથી તૈયાર થાય છે. તેને ગુલાબજળથી ઘૂંટી શાહી જેવું બનાવી લેવું જોઈએ. અષ્ટગંધનાં બીજાં પણ વિધાન છે.
કેશર, કસ્તૂરી, કપૂર, ચંદન અને ગેરેચન આ પાંચ