________________
યંત્રને મહિમા જ કમ આમાં પણ સમજ. જેમ જેમ યંત્રની આરાધના– ઉપાસના વધતી જાય છે, તેમ તેમ સિદ્ધિની વિશેષ નજીક જવાય છે અને છેવટે સિદ્ધિ થાય છે. - આ ઉપાસના દરમિયાન સાધકે પરમ શ્રદ્ધાન્વિત રહેવું જોઈએ. “યંત્રસિદ્ધિ થશે કે નહિ?” એવી વિચિકિત્સા કરી પણ મનમાં કરવી નહિ. એમ કરવાથી મન સંશયગ્રસ્ત થાય છે અને ઉપાસનાનું બળ નરમ પડી જાય છે તથા ઘણી વખત ઉપાસના છૂટી પણ જાય છે. વળી ઉપાસના દરમિયાન જીવન પણ શુદ્ધ અને સાત્વિક રાખવું જોઈએ. પ્રાયોગિક યંત્ર:
પ્રાયોગિક યંત્ર લખવા માટે પ્રથમ ચંદ્રતારાદિ બળ જોઈને સારું મુહૂર્ત કાઢવું જોઈએ. આ વસ્તુ અતિ મહત્વની છે, એટલે તેમાં કંઈ પણ ભૂલ ન થાય તે જોવું.
એ મુહૂર્ત સિદ્ધ તીર્થમાં, પર્વતમાં કે વનમાં જઈ સ્થાન નકકી કરીને યંત્ર લખાય તો ઉત્તમ, અન્યથા નિવાસસ્થાને નિયત કરેલા ભાગને ગમય (ગાયના છાણ)થી લીંપીને કે ગુલાબજળ વગેરે છાંટીને વિશેષ પ્રકારે શુદ્ધ કરે જોઈએ અને તે ભાગ ઉપગમાં લેવું જોઈએ.
યંત્ર લખનાર બ્રહ્મચારી કે સદાચારી હવે જોઈએ. વળી તેણે ત્રણ ઉપવાસ કે ત્રણ આયંબિલની તપશ્ચર્યા કરેલી હેવી જોઈએ.
લખતાં પહેલાં યંત્રલેખનની સર્વ સામગ્રી તપાસી લેવી જોઈએ તથા શરીર શુદ્ધ કરીને નિત્ય-નૈમિત્તિક અનુષ્ઠાન