________________
૧૫૨
ઉવસગ્ગહર સ્તાત્ર
પર આવેલા આરાસુર પહાડમાં શ્રી કુંભારિયાજી તીર્થીની નજીક શ્રીઅંબાજી માતાનું પ્રસિદ્ધ લૌકિક તીથ આવેલુ છે, ત્યાં માત્ર યંત્ર પર જ અલકાર પહેરાવી તેનું પૂજન અર્ચન કરવામાં આવે છે.
તી સ્થાનાના પ્રભાવ વધારવા માટે પણ સિદ્ધયત્રોના ઉપયોગ થાય છે. આપણાં અનેક તીર્થાંમાં આ રીતે સિદ્ધચત્રો મૂકાયેલા છે.
લૌકિક તીર્થોમાં શ્રીબહુચરાજી, શ્રીભદ્રકાલી, શ્રીતુલજાભવાની વગેરેનાં સ્થાનમાં આવા સિદ્ધયત્ર નજરે પડે છે. હરદ્વારમાં ગાયત્રીની મૂર્તિ આગળ સિદ્ધગાયત્રીયંત્ર છે અને કાશીમાં અન્નપૂર્ણાના મંદિરમાં દેવીની જમણી બાજુએ શિવલિંગ ઉપર શ્રીયંત્ર પ્રતિતિ છે.
કેટલીક વાર મ ંદિરની દીવાલા ઉપર પણ યા ચીતરવામાં આવે છે, જે મંદિરની રહસ્યમયતામાં ઘણા વધારો કરે છે.
તાંત્રિક કર્માં સિદ્ધ કરવા માટે પણ યંત્રની જરૂર પડે છે. યશ-લાભની વૃદ્ધિ માટે ઘણા માણસો પેાતાનાં ઘર કે દુકાનની દીવાલા ઉપર યંત્ર ચિતરે છે અથવા યત્રાને મઢાવીને દીવાલ પર ટાંગે છે. તે જ રીતે આપત્તિના નિવારણ અર્થ તેને પ્રવેશદ્વારની બારશાખ પર કાડી વગેરે સાથે આંધે છે કે તેને પ્રવેશદ્વાર આગળની ભૂમિમાં દાટે છે. આ ઉપરાંત નજર ન લાગે, ભૂત-પ્રેતની બાધા ન થાય, રોગવ્યાધિના હુમલા ન થાય તથા ઈષ્ટ મનારથની સિદ્ધિ થાય, તે માટે પણ તેના મહેાળા ઉપયાગ થાય છે.